નિવૃત જજની દીકરીના છૂટાછેડા… પરિવારે ઢોલ-નગારા સાથે કર્યું સ્વાગત

Meerut News: સમાજમાં સામાન્ય રીતે દીકરીના છૂટાછેડાને એક દુઃખદ ઘટના કે ‘નિષ્ફળતા’ તરીકે જોવામાં આવે છે, પરંતુ ઉત્તર પ્રદેશના મેરઠમાં એક પિતાએ આ રૂઢિચુસ્ત વિચારધારાને તોડીને માનવતા અને પ્રેમનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. શાસ્ત્રી નગર વિસ્તારમાં રહેતા એક નિવૃત્ત જજે પોતાની દીકરીના છૂટાછેડા પછી તેનું સ્વાગત કોઈ વિજેતાની જેમ ઢોલ-નગારા અને મીઠાઈઓ વહેંચીને કર્યું હતું.
લગ્નજીવનના સંઘર્ષનો અંત અને નવી શરૂઆત
નિવૃત્ત જજની પુત્રી પ્રતિક્ષાના લગ્ન વર્ષ 2018માં શાહજહાંપુરના મેજર ગૌરવ અગ્નિહોત્રી સાથે ધામધૂમથી થયા હતા. લગ્ન બાદ તેમને એક પુત્ર પણ થયો, પરંતુ સમય જતાં સંબંધોમાં તણાવ વધવા લાગ્યો હતો. સાસરી પક્ષ તરફથી માનસિક પ્રતાડના અને પરસ્પર મતભેદોને કારણે મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. લાંબી કાનૂની લડાઈ બાદ 4 એપ્રિલ 2026 ના રોજ કોર્ટે છૂટાછેડાને મંજૂરી આપી હતી.
પિતાનો અનોખો અંદાજ: ‘I Love My Bitiya’
દીકરી જ્યારે છૂટાછેડાના કાગળો લઈને ઘરે પહોંચી ત્યારે પિતાએ તેને રડવા કે દુઃખી થવા દીધી નહીં. પિતાએ પોતે એક સફેદ ટી-શર્ટ પહેરી હતી જેના પર ‘I Love My Bitiya’ લખેલું હતું. દીકરી જેવી કારમાંથી ઉતરી કે તરત જ તેના પર ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો અને આખું પરિવાર ઢોલના તાલે નાચવા લાગ્યું હતું.
यूपी –
मेरठ में शादी के 7 साल बाद प्रणिता शर्मा का मेजर गौरव अग्निहोत्री से तलाक हो गया। तलाक के बाद बेटी अपने घर आई तो ढोल–नगाड़े बजे। बेटी के साथ घरवाले नाचते हुए कोर्ट से घर तक आए। सबने एक जैसी टीशर्ट पहनी थी। जिस पर लिखा था– “I Love My Daughter”.पिता रिटायर जज हैं,… pic.twitter.com/KUwBSgitAH
— Sachin Gupta (@Sachingupta) April 5, 2026
સમાજને સચોટ સંદેશ: દીકરી ક્યારેય બોજ નથી હોતી
આ ભાવુક પ્રસંગે પિતાએ જણાવ્યું હતું કે, “દીકરી ક્યારેય બોજ હોતી નથી, તે પરિવારનો અભિન્ન હિસ્સો છે. જો તે લગ્નજીવનમાં ખુશ નથી, તો તેને જબરદસ્તી ત્યાં રાખવી જોઈએ નહીં. તેણે 6 વર્ષ સુધી ઘણું સહન કર્યું છે, પણ હવે તે આઝાદ છે. અમે તેની નવી જિંદગીની શરૂઆતનું સન્માન સાથે સ્વાગત કરીએ છીએ.”
સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
આ અનોખા સ્વાગતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકો પિતાના આ સાહસિક નિર્ણયની પ્રશંસા કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે જો દરેક પિતા પોતાની દીકરી સાથે આ રીતે મક્કમતાથી ઉભા રહે, તો દીકરીઓને ક્યારેય કોઈ મુશ્કેલીનો ડર લાગશે નહીં. આ કહાની ફરી બેઠા થવાની અને પિતાના અતૂટ પ્રેમની છે.
આ પણ વાંચોઃ LPG સિલિન્ડરની અછત અને ભાવવધારાની અસર, ગુજરાત અને દિલ્હીમાંથી મજૂરો ગામડે પરત ફર્યાં
આ પણ વાંચોઃ Accident: 22 મુસાફરો ભરેલી બસ ઊંડી ખીણમાં ખાબકી, ચારના મોત
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X












