ગુજરાતટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

તહેવારોમાં વાહનોનું રેકોર્ડબ્રેક વેચાણ, 42 દિવસમાં 37.93 લાખ વ્હીકલ્સ વેચાયા

Text To Speech

નવી દિલ્હી, 28 નવેમ્બર: આ વર્ષે તહેવારોની સિઝનમાં મોટર વાહનોનું કુલ વેચાણ 19%એ વધીને 37.93 લાખ યુનિટે પહોંચ્યું છે. ઑટોમોબાઈલ ડીલર્સના સંગઠન FADAના જણાવ્યા મુજબ, તહેવારોની સિઝનમાં વાહનોનું છૂટક વેચાણ રેકોર્ડ સ્તરે પહોંચ્યું હતું. આ વર્ષે 42-દિવસીય તહેવારોની સિઝનમાં કુલ 37,93,584 જેટલ મોટર વ્હીકલ્સ વેચાયા છે. જે ગયા વર્ષે 31,95,213 યુનિટ હતું. આ સમયગાળા દરમિયાન ટ્રેક્ટર ખરીદીમાં પણ વાર્ષિક ધોરણે ધરખમ વધારો જોવા મળ્યો છે.

દેશમાં મજબૂત માંગના કારણે વેચાણનો આ રેકોર્ડ હાંસલ કરાયો છે. નવરાત્રિના પ્રથમ દિવસથી શરૂ થતી અને ધનતેરસના 15 દિવસ પછી સમાપ્ત થતી તહેવારોની સિઝનમાં પેસેન્જર વાહનોનું છૂટક વેચાણ 10% વધીને 5,47,246 યુનિટ થયું હતું. જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 4,96,047 યુનિટ હતું. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિયેશનના પ્રમુખ મનીષ રાજ સિંઘાનિયાએ જણાવ્યું હતું કે નવરાત્રિ દરમિયાન ખરાબ પ્રદર્શન હોવા છતાં દિવાળી સુધીમાં પરિસ્થિતિમાં સુધારો થયો હતો અને 10 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. તેમણે કહ્યું કે તહેવારોની સિઝનમાં સ્પોર્ટ્સ યુટિલિટી વ્હિકલ એટલે કે SUVની સૌથી વધુ માંગ હતી. એ જ રીતે ટુ-વ્હીલરનું રજીસ્ટ્રેશન વાર્ષિક ધોરણે 21 ટકા વધીને આ વર્ષે 28,93,107 યુનિટ થયું છે, જે 2022માં 23,96,665 યુનિટ હતું.

થ્રી-વ્હીલરના રજીસ્ટ્રેશનમાં વધારો નોંધાયો

ગ્રામીણ વિસ્તારોમાં ખાસ કરીને ટુ-વ્હીલરની ખરીદીમાં વધારો થયો હતો. આ સમયગાળા દરમિયાન કોમર્શિયલ વાહનોનું વેચાણ વાર્ષિક ધોરણે 8%થી વધીને 1,23,784 યુનિટ થયું છે. જ્યારે, થ્રી-વ્હીલરનું રજીસ્ટ્રેશન 41% વધીને 1,42,875 યુનિટ થયું છે. જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં 1,01,052 યુનિટ હતું. ટ્રેક્ટરનું વેચાણ ગયા વર્ષના તહેવારોના સમયગાળામાં 86,951 યુનિટથી નજીવું ઘટીને 86,572 યુનિટ થયું હતું. સિંઘાનિયાએ કહ્યું કે આ વર્ષે તહેવારની સિઝન 15 ઑક્ટોબરે શરૂ થઈ હતી અને 25 નવેમ્બરે પૂરી થઈ હતી.

આ પણ વાંચોઃ ઠંડીમાં રોજ ખાવ બાજરીનો રોટલો, બીમારીઓ રહેશે દુર

Back to top button