ટ્રેન્ડિંગયુટિલીટીસાયન્સ એન્ડ ટેકનોલોજી

Hyundaiની શાનદાર ઈલેક્ટ્રિક SUV લોંચ, જાણો- શું છે ફીચર્સ અને કિંમત ?

Hyundaiએ ભારતમાં Ioniq 5 ઓલ-ઇલેક્ટ્રિક ક્રૉસ ઓવર SUV લૉન્ચ કરી દીધી છે. નવી Hyundai Ioniq 5 SUVને ઓટો એક્સપો 2023ના પ્રથમ દિવસે સિંગલ ફુલી-લોડેડ વેરિએન્ટમાં લૉન્ચ કરવામાં આવી છે. આ વાહનની કિંમત 44.95 લાખ રૂપિયા રાખવામાં આવી છે. Iconiq 5ની બુકિંગ 21 ડિસેમ્બર, 2022થી જ શરૂ થઇ ગઇ હતી. બુકિંગ રકમ 1 લાખ રૂપિયા રાખવામાં આવી હતી જે પ્રથમ 500 કસ્ટમર્સ માટે જ હતી.

પાવર અને પરફોર્મન્સ

નવી Hyundai Ioniq 5ને સિંગલ પાવરટ્રેન વિકલ્પ સાથે લૉન્ચ કરવામાં આવી છે, જેમાં સિંગલ મોટર સેટઅપ સામેલ છે જે તેને રિયલ વ્હીલ ડ્રાઇવ કૉન્ફિગરેશન આપે છે. આ વાહનને ઇલેક્ટ્રિક મોટર 217 bhp પાવર 350 Nmનો ટાર્ક જનરેટ કરે છે. Hyundai Ioniq 5માં 72.6 kWh લિથિયમ-આયન બેટરી આપવામાં આવી છે.

Hyundai Ioniq 5 EV SUV
Hyundai Ioniq 5 EV SUV

આ કાર 800V ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરવામાં સક્ષમ છે. આ 18 મિનિટમાં 10-80 ટકા સુધી ચાર્જ થઇ શકે છે. સિંગલ ચાર્જમાં Ioniq 5 કરવા પર 631 Kmની રેન્જ આપે છે.

શાનદાર exterior

Ioniq 5ને કંપનીએ પ્રથમ વખત ફ્રેન્કફર્ટ મોટર શો દરમિયાન લોન્ચ કરી છે, આ સિવાય તેને 2022 વર્લ્ડ કાર ઓફ ધ યર, વર્લ્ડ ડિઝાઇન ઓફ ધ યર અને વર્લ્ડ ઇલેક્ટ્રિક કાર ઓફ ધ યરનો એવોર્ડ પણ મળી ચુક્યો છે, તેનું એક્સટીરિયર આકર્ષક છે, તેને શાર્પ લાઇન, ફ્લેટ સરફેસ અને હાઇલી-રેક્ડ વિંડસ્ક્રીનથી સજાવવામાં આવ્યું છે, જેમાં આપવામાં આવેલી 20 ઇંચના એલોય વ્હીલ અને ટર્બાઇન જેવા વ્હીલ્સના ડિઝાઇન તેના સાઇડ લુકને સારૂ બનાવે છે.

Hyundai Ioniq 5 EV SUV Launch
Hyundai Ioniq 5 EV SUV Launch

આકર્ષક interior

Iconiq 5ના ઇન્ટીરિયરની વાત કરીએ તો તેમાં એક સપાટ ફર્શ, ફ્લેક્સિબલ સીટ્સ અને મૂવેબલ સેન્ટ્ર્લ કંસોલ આપવામાં આવ્યું છે. તેના ઇન્ટિરીયરમાં સસ્ટેનેબલ મેટીરિયલ અને રિસાઇકલ્ડ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં ક્રેશ પૈડ, સ્વિચ, સ્ટીયરિંગ વ્હીલ અને ડોર પેડ માટે બાયો-પેન્ટનો પણ ઉપયોગ જોવા મળે છે.

ADAS સહિત આ ફીચર્સ

Iconiq 5માં ઇંસ્ટ્ર્રૂમેન્ટ કલસ્ટર અને ટચસ્ક્રીન માટે 12.3 ઇંચની સ્ક્રીન, એક હેડ-અપ ડિસપ્લે અને ADAS જેવા ફીચર્સને સામેલ કરવામાં આવ્યા છે. આ સિવાય તેમાં 3.6 kWના આઉટપુટ સાથે વ્હીકલ-ટૂ-લોડ ફંક્શન પણ મળે છે જે લેપટોપ, ફોન અને અન્ય વિજળીના ઉપકરણોને પાવર-અપ કરી શકે છે. એક્સટર્નલ પાવર આઉટપુટ માટે તેમાં બે પોર્ટ આપવામાં આવ્યા છે, એક પાછળની સીટની નીચે સ્થિત છે અને બીજુ ચાર્જિંગ પોર્ટ બહારની તરફ આપવામાં આવ્યું છે.

Back to top button