ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કન્નડ અભિનેતા નાગભૂષણે બેંગલુરુમાં સલમાનવાળી કરી

Text To Speech

બેંગલુરુઃ કન્નડ અભિનેતા નાગભૂષણે સલમાનખાન-વાળી કરી છે. નાગભૂષણે ગઈરાત્રે બેંગલુરુમાં ફૂટપાથ પર ચાલી રહેલા કેટલાક લોકો ઉપર ગાડી ચડાવી દીધી હતી તે પૈકી એક મહિલાનું મૃત્યુ થવું હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે નાગભૂષણની ધરપકડ કરી છે. તેની વિરુદ્ધ તીવ્ર ગતિએ કાર ચલાવવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

 

અહેવાલ મુજબ આ ઘટના ગઇકાલે શનિવારે રાત્રે 9.45 વાગ્યે વસંતપુરા રોડ ઉપર બની હતી. એક દંપતિ ફૂટપાથ પર ચાલી રહ્યું હતું ત્યારે કન્નડ અભિનેતા નાગભૂષણે સ્ટરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ફૂટપાથ પર ચડી ગઈ હતી જેમાં પતિ-પત્ની બંને ઘવાયાં હતાં. પોલીસે જણાવ્યું કે બંને પૈકી પ્રેમા નામની મહિલાનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું.

અભિનેતાની કાર પહેલાં દંપતિને ટકરાઈ હતી અને ત્યારપછી વીજળીના થાંભલા સાથે પણ અથડાઈ હતી. પ્રાથમિક અહેવાલ મુજબ અકસ્માત બાદ નાગભૂષણે પોતે ઘાયલ દંપતિને હોસ્પિટલમાં લઈ જઈને સારવાર અપાવવાનો પ્રયાસ કર્યો હતો.

થોડાં વર્ષ પહેલાં સલમાન ખાને પણ મુંબઈમાં આ જ રીતે મોડીરાત્રે બેફામ કાર હંકારીને ફૂટપાથ પર સૂતેલા ગરીબોને કચડી નાખ્યા હતા તેવો તેના ઉપર આરોપ મૂકાયો હતો. સેલિબ્રિટીઓ તેમજ અન્ય ધનિકોના યુવાન પુત્રો દ્વારા બેફાન કાર હંકારવાના અને અકસ્માતો કરવાના સમાચાર આખા દેશમાં વારંવાર આવતા હોય છે. અમદાવાદનો ઈસ્કોન બ્રિજ પરનો અકસ્માત આવું જ એક ઉદાહરણ છે.

આ પણ વાંચોઃ હિન્દુત્વને લઈને વિવાદાસ્પદ ટ્વિટ કરનાર કન્નડ અભિનેતા ચેતન કુમારને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો

Back to top button