ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બેંગલુરુમાં વકર્યો કાવેરી વિવાદ, કલમ 144 લાગુ

  • કાવેરી જળ વિવાદ મુદ્દે દક્ષિણના બે રાજ્યો વચ્ચે ફરી ભડકો
  • તામિલનાડુ માટે પાણી છોડવા પર કર્ણાટકમાં થયો વિરોધ
  • ખેડૂત સંગઠનો દ્વારા બેંગલુરુ બંધનું અપાયું એલાન

દક્ષિણ ભારતનાં બે રાજ્યો વચ્ચે ફરી ધમાસાણ સર્જાયું છે. જેમાં કર્ણાટક અને તમિલનાડુ વચ્ચે ચાલી રહેલા કાવેરી જળ વિવાદને કારણે મંગવારે (26 સપ્ટેમ્બરે) કેટલાક સંગઠનો દ્વારા કર્ણાટકમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે અને બેંગલુરુમાં બંધનું એલાન પણ કરવામાં આવ્યું છે. જેને પગલે બેંગલુરુમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે અને શહેરની તમામ શાળા-કોલેજો બંધ છે. બંધના પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ સંગઠનોએ શુક્રવારે (29 સપ્ટેમ્બરે) સમગ્ર કર્ણાટકમાં બંધનું એલાન આપ્યું છે.

શું છે આ કાવેરી નદીનો જળ વિવાદ?

સુપ્રીમ કોર્ટ દ્વારા કાવેરી વોટર મેનેજમેન્ટ ઓથોરિટી (CWMA) અને કાવેરી વોટર રેગ્યુલેશન કમિટી (CWRC) ના આદેશોમાં દખલ કરવાનો ઇનકાર કર્યા પછી કર્ણાટકના વિવિધ ભાગોમાં વિરોધ ફાટી નીકળ્યો હતો. CWRCએ 12 સપ્ટેમ્બરે આપેલા તેના આદેશમાં કર્ણાટકને આગામી 15 દિવસ સુધી તમિલનાડુને દરરોજ 5 હજાર ક્યુસેક પાણી આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ખેડૂત સંગઠનો અને કન્નડ સમર્થિત સંગઠનો આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ કહ્યું કે, તેમની સરકાર દેખાવકારોને રોકશે નહીં, પરંતુ શાંતિ અને વ્યવસ્થા જાળવવી જોઈએ.

કેટલાક સંગઠનોએ આપ્યું બેંગલુરુ બંધનુ એલાન

 

આજે બેંગલુરુ (Bengaluru)માં કાવેરી જળ વિવાદને લઈને કેટલાક સંગઠનોએ બંધનું એલાન આપ્યું છે જેના કારણે દેશની IT રાજધાની બેંગલુરુની ગતિ ધીમી પડી ગઈ છે. જો કે ટેક્સી ડ્રાઈવરો, હોટલ માલિકો સહિત ઘણા સંગઠનોએ બંધના સમર્થનને પાછું ખેચી લીધુ છે જ્યારે શાળા-કોલેજો બંધ રહેશે. આજે બંધનું એલાન આપ્યું હોવાથી શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ સાથે જ BMTCએ કહ્યું છે કે તેની બસો તમામ રૂટ પર સામાન્ય રીતે ચાલશે.

કાવેરી જળ વિવાદ મુદ્દે CM સિદ્ધારમૈયાએ શું કહ્યું?

કર્ણાટકમાં એસોસિએટેડ મેનેજમેન્ટ ઑફ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ્સ (KAMS) દ્વારા જાહેરાત કરવામાં આવી હતી જે મુજબ બેંગલુરુમાં મંગળવારે તમામ સરકારી તેમજ ખાનગી શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સિવાય બેંગલુરુ શહેરના ડેપ્યુટી કમિશનરે બંધ હોવાના કારણે શાળા-કોલેજ રજાની જાહેરાત કરી હતી. કર્ણાટક જળ સંરક્ષણ સમિતિના અધ્યક્ષના જણાવ્યા અનુસાર આ બંધ ચાલુ રાખશે. આ સાથે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે અમે બંધને કંટ્રોલ નહીં કરીએ, તે તેમનો અધિકાર છે. આ સિવાય તેમણે ભાજપ અને જનતા દળ-સેક્યુલર (JDS) પર રાજનીતિ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. વધુમાં જણાવ્યું કે અમે કાવેરી વોટર મેનેજમેન્ટ ઓથોરિટી અને રેગ્યુલેશન કમિટીના આદેશો વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. કોર્ટે અમારી અને તમિલનાડુની દલીલો ફગાવી દીધી હતી.

આ પણ વાંચો: કેનેડાએ ભારત માટે ટ્રાવેલ એડવાઇઝરી અપડેટ કરી

Back to top button