રિલાયન્સ ફાઉન્ડેશન અંડરગ્રેજ્યુએટ સ્કોલરશીપ 2023-24ના પરિણામ જાહેર, અહીં જૂઓ
- 2 લાખ સુધીની સ્કોલરશિપ માટે 5 હજાર અન્ડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓના નામની જાહેરાત
- 5,500 થી વધારે શૈક્ષણિક સંસ્થાઓના 58,000થી વધારે વિદ્યાર્થીઓએ અરજી કરી હતી
મુંબઈ, 09 ફેબ્રુઆરી, 2024: રિલાયન્સ ફાઉન્ડેશન અંડરગ્રેજ્યુએટ સ્કોલરશીપ 2023-24ના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. સ્કોલરશિપ માટે દેશભરમાંથી પાંચ હજાર વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં આ ભારતની સૌથી મોટી અને સૌથી વધુ સમાવેશી શિષ્યવૃત્તિ છે. શિષ્યવૃત્તિ વિદ્યાર્થીઓને 2 લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ સાથે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના નેટવર્કનો ભાગ બનવાની તક આપે છે.
ભારતના 35 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 5,500 થી વધુ શૈક્ષણિક સંસ્થાઓના 58,000 થી વધુ વિદ્યાર્થીઓએ શિષ્યવૃત્તિ માટે અરજી કરી હતી. તેમાંથી 5000 વિદ્યાર્થીઓની પસંદગી વ્યવસ્થિત અને સઘન પ્રક્રિયા દ્વારા કરવામાં આવી હતી. ધોરણ 12માં વિદ્યાર્થીઓની એપ્ટિટ્યુડ ટેસ્ટ અને પરફોર્મન્સ તેનો આધાર બનાવવામાં આવ્યો હતો. પસંદ કરેલા વિદ્યાર્થીઓમાંથી 75% ની વાર્ષિક કૌટુંબિક આવક રૂ. 2.5 લાખથી ઓછી છે.
વિદ્યાર્થીઓ અહીં આપેલ લિંક દ્વાર તેમનું પરિણામ જાણી શકશે: www.reliancefoundation.org
રિલાયન્સ ફાઉન્ડેશન અંડરગ્રેજ્યુએટ શિષ્યવૃત્તિનો ઉદ્દેશ્ય એવા વિદ્યાર્થીઓને ટેકો આપવાનો છે કે જેઓ પોતાને અને તેમના સમુદાયોને ઉત્થાન સાથે દેશના સામાજિક-આર્થિક વિકાસમાં યોગદાન આપી શકે. વિદ્યાર્થીઓની પસંદગી ગુણવત્તા અને સંસાધનોની ઉપલબ્ધતા (મેરિટ કમ મીન્સ)ના આધારે કરવામાં આવે છે. જેથી કરીને તેઓ કોઈપણ આર્થિક બોજ વગર તેમનો સ્નાતક અભ્યાસ ચાલુ રાખી શકે.
શિક્ષણ, ઉત્કૃષ્ટતા અને નવીનતાના તેના વ્યાપક દ્રષ્ટિકોણના આધારે, રિલાયન્સ ફાઉન્ડેશન એ સુનિશ્ચિત કરવાનો સતત પ્રયાસ કરે છે કે ‘મેરિટ કમ મીન્સ’ અભિગમનો ઉપયોગ કરીને સ્નાતક વિદ્યાર્થીઓના એક મજબૂત અને વૈવિધ્યસભર જૂથને પસંદ કરવામાં આવે, જે યુવાનોની ક્ષમતાને બહાર લાવવામાં આવે, અને દેશ નવી ઊંચાઈએ પહોંચે. અત્યાર સુધીમાં, રિલાયન્સે 23,136 શિષ્યવૃત્તિઓ પ્રદાન કરી છે, જેમાંથી 48% છોકરીઓ અને 3,001 દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે.
આ વર્ષના સમૂહમાં કોમર્સ, આર્ટ્સ, બિઝનેસ/મેનેજમેન્ટ, કોમ્પ્યુટર એપ્લિકેશન, વિજ્ઞાન, દવા, કાયદો, શિક્ષણ, હોસ્પિટાલિટી, આર્કિટેક્ચર, એન્જિનિયરિંગ/ટેક્નોલોજી અને અન્ય અંડરગ્રેજ્યુએટ ડિગ્રી સહિત તમામ શાખાઓના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Paytm એપ 29 ફેબ્રુઆરી બાદ પણ બંધ નહીં થાય: RBIએ આપ્યું મોટું અપડેટ