ગુજરાતમધ્ય ગુજરાત

ઘરમાં અડધી રાત્રે ચોર ઘુસતા પોલીસને ફોન કર્યો, જવાબ મળ્યો આવીને ફરિયાદ કરો

ઝાલોદ, 01 ઓગસ્ટ 2024, ગુજરાતમાં પોલીસ લોકોની સુરક્ષા માટે છે પરંતુ આ પોલીસ જ હાથ અધ્ધર કરી દે તો લોકો કોના સહારે એવા સવાલો ચર્ચાઈ રહ્યાં છે. ઝાલોદ તાલુકાના લીમડીમાંથી એક આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. મકાનમાં ચોર ઘૂસી જતાં મકાન માલિકે પોલીસને ફોન પર જાણ કરી તો પોલસનો જવાબ સાંભળીને મકાન માલિકના હોશ ઉડી ગયા હતાં.

ચોરોએ બાજુના મકાનના ધાબા પરથી મકાનમા પ્રવેશ કર્યો
લીમડીના મોડી રાતે પોલીસ સ્ટેશન મથકના 1 કિલો મીટર વિસ્તારમાં આવેલા ઝાલોદ રોડ ખાતે એક રહેણાંક મકાનમાં ચોરોએ બાજુના મકાનના ધાબા પરથી પ્રવેશી નીચે જઈ અંદરથી બંધ કરેલ દરવાજો ખોલી નાંખ્યો હતો. પોતાના સાથી ચોરોને પણ અંદર પ્રવેશ કરાવ્યો હતો. અંદાજીત 6 થી 7 તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી આતંક મચાવ્યો હતો અને ઘરમાં રહેલા લોકોને દરવાજા બંધ કરી અંદર જ પુરી દીધા હતા. ઘરમાથી અવાજ આવતા મકાનમાલિકે પ્રવિણ કલાલે સીસીટીવી કેમેરા ચેક કરતા ચોર નજરે પડતા તેમને તરતજ પોલીસ સ્ટેશને ફોન કર્યો હતો.

પોલીસે ફોન ઉપાડીને જાણે કશું થયુ જ નથી તેમ ઉડાઉ જવાબ આપ્યો
લીમડી પોલીસ મથકમાં રાત્રી ફરજ બજાવતા અજિત ડામોર નામના પોલીસ કર્મી દ્વારા કોલ ઉપાડવામાં આવ્યો હતો. પરંતુ ફોન ચાલુ છતાં પણ પોલીસ કર્મચારીએ પ્રવિણ કલાલ સાથે અંદાજીત 5 મિનિટ કોલ પર ટાઈમ પાસ કર્યો હતો. જયારે તેમને ફોન વાત કરી કેમ, ઘરમાં ચોર ઘુસી આવ્યા છે તો તે સાંભળીને પણ પોલીસે કોઈ એક્શન લીધા ન હતા. ઘર માલિક દ્વારા લેન્ડ લાઇન પર કોલ કર્યો હતો પરતું પોલીસ કર્મી પુછે છે કે, આ નંબર કોને આપ્યો. તેમજ લીમડી પોલીસ મથકમાં આવી ફરિયાદ લખાવી જાઓ તેવો કોલ પર ઉલ્લેખ કરે છે. જ્યાં સુધી ફરિયાદ નહીં થાય ત્યાં સુધી કોઈ એકશન લેવાશે નહીં.

પોલીસ અધિક્ષકે તાત્કાલીક હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધો
આ સમગ્ર મામલે ઝાલોદના Dy.SP ડી.આર.પટેલે જણાવ્યું હતું કે, પ્રવિણ કલાલ નામના એક અરજદારે રાત્રે અઢી કલાકે તેઓને ત્યા કોઈ ચોર ઈસમો આવ્યા હોવા અંગેની જાણ પોલીસ સ્ટેશનમાં ફોન પર કરતા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અજીતભાઈ ડામોરે અરજદાર સાથે ઉદ્ધાતાઈ ભર્યું વર્તન કર્યું હતું. જેના કારણે તસ્કરો ચોરી કરવામાં સફળ રહ્યા હતા. તે બાબતે હેડ કોન્સ્ટેબલ વિરૂદ્ધ ખાતાકિય તપાસ કરવા માટે પોલીસ અધિક્ષકને રિપોર્ટ કર્યો છે. જે રિપોર્ટના આધારે પોલીસ અધિક્ષકે તાત્કાલીક હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધો છે.

આ પણ વાંચોઃઅમદાવાદ: વધતા જતા સાયબર ક્રાઈમને અટકાવવા માટે 2 થી 15 ઓગસ્ટ સુધી સાયબર સંવાદનું આયોજન

Back to top button