ટ્રેન્ડિંગફોટો સ્ટોરીયુટિલીટી

Realmeનો રોબોટીક અવતારવાળો Realme GT 6T શાનદાર ફિચર્સ સાથે થશે લોન્ચ

Text To Speech

HD ન્યુઝ ડેસ્ક, 14 મે: રિયલમીએ તાજેતરમાં જ Realme GT 6T ફોન લોન્ચ કરવાની તારિખ વિશે જાણકારી આપી છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, આ ફોનને  22મેના રોજ લોન્ચ કરવામાં આવશે. લોન્ચિંગ પહેલા જ કંપનીએ ફોનના ફિચર્સ વિશે ડિટેલ્સ આપવાનું શરુ કરી દીધું છે. ફોનના ચિપસેટથી લઈને બેટરી સુધી ઘણી બધી જાણકારીઓ પ્રકાશમાં આવી છે. આ ફોન એક ગેમિંગ ફોન હશે, જેમાં 5500mah બેટરીની આપવામાં આવશે. આ સાથે જ તેમાં 120w ફાસ્ટ ચાર્જિગ પણ જોવા મળશે.

કંપનીએ આપી સોશિયલ મીડિયા પર જાહેરાત

Realmeના આ ફોનમાં સ્નેપડ્રેગન + Gen 3 પ્રોસેસર આપવામાં આવશે, જેનું AnTuTu સ્કોર 1.5 મિલિયન છે. રિયલમીનું આ મિડ બજેટ સ્માર્ટફોન ઈ-કોમર્સ વેબસાઈટ એમેઝોનના માધ્યમથી ઓનલાઈન મળશે. રિયલમીના આ ફોનમાં નવી ડિજાઈન સાથે તમને ઘણા બધા શાનદાર ફીચર મળવાના છે.  રિયલમીનો રોબોટિક ફોન તરીકે દર્શાવવામાં આવી રહ્યો છે.

Realme GT 6T ફોનનાં ખાસ ફિચર્સ

રિયલમીના આ ફોનની ફીચર્સની વાત કરીએ તો તેમાં આપને 6.78 ઇંચનો 1.5K LTPO AMOLED ડિસ્પ્લે મળી શકે છે, જોકે, ફોનની ડિસ્પ્લે 6000 નિટ્સ સુધીની પીક બ્રાઈટનેસને સપોર્ટ કરશે. ફોનમાં 16 જીબી 16GB LPDDR5x રેમ અને 512GB સુધી ઇન્ટરનલ સ્ટોરેજનો સપોર્ટ મળી શકે છે. રિયલમી આ ફોનના બેકમાં તમને ડ્યુઅલ કેમેરા સેટઅપ, એન્ડ્રોઇડ 14 પર બેઝ્ડ Realme UI 5.0 પ્રોસેસર સાથે લોન્ચ થવાનો છે. જેમાં ફોનના કેમેરાની વાત કરીએ તો 50MP મુખ્ય અને 50MP પણ સેકંડરી કેમેરા આવશે. આ ઉપરાંત સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે આ ફોનમાં તમને 32MPનો કેમેરા મળી શકે છે.  જોકે, Realme GT 6T આ એક ગેમિંગ ફોન છે.

 

આ પણ વાંચો: Motorola ટૂંક સમયમાં ભારતમાં 50MP કેમેરા સાથેનો વધુ એક સ્માર્ટફોન કરશે લોન્ચ, Teaser રિલીઝ

Back to top button