ગુજરાતટોપ ન્યૂઝ

વાંચો આજનું રાશિફળઃ આજે બબ્બે શુભ યોગ, કુંભ સહિત આ 4 રાશિને થઈ શકે છે આર્થિક લાભ

Text To Speech

આજનું પંચાગ

તારીખ :- ૧૯ મે, ૨૦૨૨, વાર :- ગુરુવાર

તિથિ :- વૈશાખ વદ ચોથ

રાશી :- ધનુ

નક્ષત્ર :- પૂર્વ ષાઢા

યોગ :- સાધ્ય

કરણ :- બવ

આજનું રાશિ ભવિષ્ય

મેષ :- આજે કાર્યભાર ઓછો રહે. મનમાં સંતોષ રહે. ઇશ્વર પ્રત્યેની આસ્થામાં વધારો થાય. ઘરમાં કોઈ ધાર્મિક પ્રસંગના આયોજનની ચર્ચા થાય. પિતાના આશીર્વાદ લઈને દિવસની શરુઆત કરવી.

વૃષભ :- વાહન ચલાવતા ધ્યાન રાખવું. અણધાર્યા ખર્ચા આવી શકે. સાસરા પક્ષના લોકો જોડે સંભાળીને વાત કરવી. તમારા ગુરુને દીવો પ્રગટાવી તમારી તકલીફો વિશે પ્રાર્થના કરવી. રસ્તા ખુલશે.

મિથુન :- લગ્ન લાયક યુવક યુવતીની લગ્નની વાત આગળ વધે. તમારા સમાન રસ રુચિ ધરાવતી વ્યક્તિ જોડે મુલાકાત થાય, જે તમને કારોબારમાં મદદરૂપ થાય. આજે કોઈ પાર્ટી થઈ શકે છે. આળસ રાખવી નહી.

કર્ક :- ભૌતિક સુખ સુવિધામાં વધારો થાય. આજે તમારા મનની ઈચ્છા પૂરી થાય. આજે ધીરજ ઓછી રહે. વિપરિત પરિસ્થિતિમાંથી તમે બહાર નીકળી શકો. તમારા પ્રાયસોની પ્રશંસા થાય.

સિંહ :- પારિવારિક ચિંતા રહે. તમારામાં રહેલા હુન્નરને નીખારવનો દિવસ છે. તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે, પણ તમે એનો આનંદ ઉઠાવી શકો. આરોગ્યમાં સુધારો થાય.

કન્યા :- થોડું મેડિટેશન કરીને પોતાના મનને શાંત રાખવું. સારી ઉંઘ આવામાં તકલીફ રહે. આજે ઘરની બહાર જવાની ઈચ્છા ના થાય. જૂના, તૂટી ગયેલl સંબંધો યાદ આવે, તમને એ ઠીક કરવાની ઈચ્છા થાય.

તુલા :- જો તમે ક્રિએટિવ હશો તો આજે તમને ઘણા નવા આઈડિયા આવે. વિદ્યાર્થીઓ માટે દિવસ સમાન્ય રહે. આજે તમે તમારા વ્યવસાયમાં રિસ્ક ઉઠાવી નવું કાર્ય કર્યા શરૂ કરી શકો. સોશિયલ મીડિયાથી ફાયદો થાય.

વૃશ્ચિક :- ભવિષ્ય ની સુરક્ષા માટે રોકાણ કરી શકો છો. આજે મૂડ સારો રહે. તમને મૂંઝવણ માંથી બહાર નીકળવાનો રસ્તો મળે. કોઈ પણ સોદો કરવા માટે આજનો દિવસ સારો રહેશે. સારા ભોજન નો આનંદ લઈ શકો છો.

ધનુ :- તમારામાં અધિક શક્તિ અને ઊર્જાનો અનુભવ થાય. તમારામાં પરોપકારની ભાવના વધે. કોઈની પણ વાત પર સમજી વિચારીને વિશ્વાસ મૂકવો. બીજા તમારા માટે શું વિચારે છે, એ વાત પર ધ્યાન આપવું નહી.

મકર :- આજે થોડી સાવધાની રાખવી. પડવું, વાગવું થઈ શકે છે. જીવનમાં પ્રેમની કમી લાગે છે. દરેક કાર્ય મોડા પૂરા થાય. આજે દિવસ દરમ્યાન થોડો સમય મિત્રો માટે કાઢવો, તેનાથી રાહત રહેશે.

કુંભ :- લાંબા સમયથી અટકેલા કાર્યો આગળ વધે. તમે તમારા મિત્રો સાથે સુંદર સાંજ વિતાવી શકો છો. તમારી મેહનતનું સારું પરિણામ પ્રાપ્ત થાય. જીવનસાથીના સ્વાસ્થ્યની ચિંતા રહે. સામે આવેલી તકને ઝડપી લેશો.

મીન :- તમારા કુંટુંબીજનોને પૂરતો સમય નહી આપી શકો. તમારા વ્યાપાર ધંધાની ઉન્નતિ માટે મહત્ત્વના નિર્ણયો લઈ શકો છો. આજે અણગમતું કામ પણ કરવું પડે. પોતાની સુખસુવિધા પાછળ ખર્ચ કરશો. પોતાના મનની વાત સાંભળવી.

Back to top button