મનોરંજન

લોકપ્રિય કપલની એક જલક, ચાહકોએ કહ્યું- ‘કિસી કી નજર ના લગે’

Text To Speech

ટીવીના લોકપ્રિય કપલમાંથી એક દીપિકા કક્કર અને શોએબ ઈબ્રાહિમ ટૂંક સમયમાં માતા-પિતા બનવા જઈ રહ્યા છે.દીપિકા કક્કર અને શોએબ ઈબ્રાહિમના ઘરે ટૂંક સમયમાં એક મહેમાન આવવાનું છે. બીજી તરફ શોએબે દીપિકા સાથેની પોતાની એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, અભિનેત્રીએ તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે તેણીને સગર્ભાવસ્થા ડાયાબિટીસ હોવાનું નિદાન થયું હતું અને આ માટે તે હવે વધારાની સાવચેતી રાખી રહી છે. હાલમાં, અભિનેત્રી આ તબક્કાને ખૂબ એન્જોય કરી રહી છે.

આ બધાની વચ્ચે શોએબ ઈબ્રાહિમે એક તસવીર શેર કરી છે જેમાં તે પોતાની પ્રેગ્નન્ટ પત્ની પર પ્રેમ વરસાવતો જોવા મળી રહ્યો છે. તે જ સમયે, ચાહકોને આ ક્ષણની સુંદર તસવીર ખૂબ જ પસંદ આવી રહી છે. શોએબ ઈબ્રાહિમે તેની પ્રેગ્નન્ટ પત્ની દીપિકા સાથેની તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીર ઈદના અવસરની છે. ખાસ વાત એ છે કે ફોટોમાં શોએબ તેની ગર્ભવતી પત્નીના બેબી બમ્પને ગળે લગાવતો અને પ્રેમ વરસાવતો જોવા મળે છે. તસવીરમાં દીપિકા લાલ રંગના આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. જ્યારે શોએબે બ્લેક કલરનો ડ્રેસ પહેર્યો છે.

આ પણ વાંચો : 72 હૂરેંનું ટીઝર કરાયું લૉન્ચ, આ ફિલ્મ આતંકી દુનિયાની વાસ્તવિકતા દર્શાવશે

શોએબ ઈબ્રાહિમે પ્રેગ્નન્ટ વાઈફ દીપિકા કકર બેબી બમ્પ પર શેર કરેલી તસવીર પર પ્રેમ વરસાવ્યો હતો

બંનેની જોડી ઘણી સારી છે.શોએબે દીપિકા સાથેની તસવીર શેર કરતાની સાથે જ ચાહકોએ પણ કમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું. એકે લખ્યું, “માશાઅલ્લાહ, અલ્લાહ તમને હંમેશા આશીર્વાદ આપે આમીન. અન્ય એક ચાહકે લખ્યું, અલ્લાહ તેની સ્મિત સુરક્ષિત રાખે, આમીન.” અન્ય એક ચાહકે લખ્યું, “દીપિકા ખૂબ નસીબદાર છે કે તેને આવો પ્રેમાળ પતિ મળ્યો.”

આ પણ વાંચો : પ્રણાલી રાઠોડે લાખો કિંમતની લક્ઝરી SUV ખરીદી

Back to top button