બેંગલુરુ, 2 એપ્રિલ : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે મેચ રમાઈ રહી છે. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ચાલી રહેલી આ મેચમાં લખનૌએ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરીને 182 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
ક્વિન્ટન ડી કોકે 56 બોલમાં કુલ 81 રન બનાવ્યા
મેચમાં લખનૌની ટીમે શરૂઆતથી જ સારી બેટિંગ કરી હતી અને 5 વિકેટે 181 રન બનાવ્યા હતા. ટીમ માટે સ્ટાર વિકેટકીપર ક્વિન્ટન ડી કોકે 36 બોલમાં ફિફ્ટી ફટકારી અને 56 બોલમાં કુલ 81 રન બનાવ્યા હતા. આ સિવાય નિકોલસ પૂરને અણનમ 40, માર્કસ સ્ટોઇનિસે 24 અને કેએલ રાહુલે 20 રન બનાવ્યા હતા. RCB તરફથી ગ્લેન મેક્સવેલે 2 વિકેટ લીધી હતી. જ્યારે રીસ ટોપલી, યશ દયાલ અને મોહમ્મદ સિરાજને 1-1 વિકેટ મળી હતી.
મેચમાં બેંગલુરુ-લખનૌની પ્લેઈંગ-11
લખનૌ સુપર જાયન્ટ્સ: ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), કેએલ રાહુલ (કેપ્ટન), દેવદત્ત પડિકલ, માર્કસ સ્ટોઈનીસ, નિકોલસ પૂરન, આયુષ બદોની, ક્રુણાલ પંડ્યા, રવિ બિશ્નોઈ, યશ ઠાકુર, નવીન ઉલ હક અને મયંક યાદવ.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), કેમરોન ગ્રીન, ગ્લેન મેક્સવેલ, રજત પાટીદાર, દિનેશ કાર્તિક, અનુજ રાવત (વિકેટકીપર), રીસ ટોપલી, મયંક ડાગર, મોહમ્મદ સિરાજ અને યશ દયાલ.