IPL-2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

RCB vs LSG: બેંગ્લોરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો કર્યો નિર્ણય

Text To Speech

બેંગલુરુ, 02 એપ્રિલ: IPL 2024ની 15મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ની ટીમો સામ સામે છે. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચે ટોસ ઉછાળવામાં આવ્યો છે. જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીત્યો છે અને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

બંને ટીમોની પ્લેઇંગ ઈલેવન:

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની પ્લેઇંગ ઇલેવન: વિરાટ કોહલી, ડુ પ્લેસિસ (C), કેમરોન ગ્રીન, ગ્લેન મેક્સવેલ, રજત પાટીદાર, દિનેશ કાર્તિક, અનુજ રાવત (W), રીસ ટોપલી, મયંક ડાગર, મોહમ્મદ સિરાજ, યશ દયાલ

લખનૌ સુપર જાયન્ટ્સની પ્લેઇંગ ઇલેવન: ક્વિન્ટન ડી કોક(W), કેએલ રાહુલ(C), દેવદત્ત પડીક્કલ, માર્કસ સ્ટોઈનીસ, નિકોલસ પૂરન, આયુષ બદોની, ક્રુણાલ પંડ્યા, રવિ બિશ્નોઈ, યશ ઠાકુર, નવીન-ઉલ-હક, મયંક યાદવ

RCB vs LSG હેડ ટુ હેડ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનૌ સુપર જાયન્ટ્સના હેડ-ટુ-હેડ આંકડાઓની વાત કરીએ તો બંને ટીમો વચ્ચે કુલ ચાર વખત મેચ રમાઈ છે. આ દરમિયાન RCBનું પલડું ભારે રહ્યું છે. બેંગ્લોરે આ ત્રણ મેચમાંથી ત્રણેયમાં જીત મેળવી હતી જયારે લખનૌને એકપણ જીત મળી નથી.

પીચ રિપોર્ટ

IPL 2024ની 15મી મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાવા જઈ રહી છે. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની પીચને બેટ્સમેન માટે સ્વર્ગ માનવામાં આવે છે. અહીં બેટ્સમેનોને ઘણી મદદ મળે છે. બોલ બેટ પર સારી રીતે આવે છે. મેદાન નાનું હોવાને કારણે ચોગ્ગા અને છગ્ગાનો પણ અહીં વરસાદ થાય છે. આ સિવાય પીચ પર સ્પિનરોને મદદ મળે છે. તે બેટ્સમેનોને થોડો ફસાવી શકે છે.

આ પણ વાંચો: BCCIએ IPL 2024ના સમયપત્રકમાં કર્યો ફેરફાર, આ 2 મેચોની તારીખો બદલાઈ

Back to top button