RBIના આ ત્રણ પગલાંથી હવે ભારતીય રૂપિયાનો આંતરરાષ્ટ્રીય વેપારમાં વધવા જઇ રહ્યો છે દબદબો

નવી દિલ્હી, 2 ઓક્ટોબર, 2025: ભારતીય રૂપિયાનો દબદબો હવે આંતરરાષ્ટ્રીય વેપારાં વધી રહેલો દેખાશે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)એ ત્રણ દિવસીય મોનેટરી પોલિસી બેઠક બાદ તે દિશામાં પગલાં લીધા હોવાની જાણકારી આપી છે. તેનો હેતુ વિદેશી મુદ્રાઓ પર નિર્ભરતા ઓછી કરવાનો છે. તેની હેઠલ અધિકૃત્ત બેન્કોને ભૂતાન, નેપાળ અને શ્રીલંકાના પ્રવાસી નાગરિકોને દ્વિપક્ષીય વેપાર માટે ભારતીય રૂપિયામાં લેવડેદેડવ કરવાની મંજૂરી આપી છે.
ભારતીય ચલણનું વર્ચસ્વ
આંતરરાષ્ટ્રીય વેપારમાં ભારતીય ચલણના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે, RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે ભારતના મુખ્ય વેપારી ભાગીદારોની ચલણો માટે પારદર્શક સંદર્ભ દર સ્થાપિત કરવામાં આવશે. વધુમાં, ભારતીય રૂપિયામાં કોર્પોરેટ બોન્ડ અને કોમર્શિયલ પેપર્સમાં રોકાણને પ્રોત્સાહન આપવા માટે સ્પેશિયલ રૂપી વોસ્ટ્રો એકાઉન્ટ (SRVA)નો વ્યાપક ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
વિદેશી ચલણ પર નિર્ભરતા ઘટાડવી
SRVAએ ભારતીય બેંક સાથે વિદેશી બેંક દ્વારા ખોલવામાં આવેલું ખાતું છે જે સીધા ભારતીય રૂપિયા (INR)માં આંતરરાષ્ટ્રીય વેપાર સમાધાનની સુવિધા આપે છે. આ યુએસ ડોલર પર નિર્ભરતા ઘટાડવામાં મદદ કરશે અને અર્થતંત્રને વિનિમય દરમાં વધઘટ અને ચલણ કટોકટીથી સુરક્ષિત કરશે. આવા પગલાં વિદેશી ચલણ પર નિર્ભરતા ઘટાડીને ચાલુ ખાતાની ખાધને નિયંત્રિત કરવામાં મદદ કરશે. RBI ગવર્નરે જણાવ્યું હતું કે ભારતનું બાહ્ય ક્ષેત્ર મજબૂત છે અને કેન્દ્રીય બેંક રૂપિયાની ગતિવિધિઓ પર નજીકથી નજર રાખી રહી છે અને જરૂર પડ્યે યોગ્ય પગલાં લેવા માટે તૈયાર છે.
જ્યારે RBIની નાણાકીય નીતિ સમિતિની ત્રણ દિવસીય બેઠકમાં રેપો રેટમાં સતત બીજા ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, ત્યારે કેન્દ્રીય બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ પણ તેમના GDP અનુમાનને 6.5 ટકાથી વધારીને 6.8 ટકા કર્યો હતો. ફુગાવો પણ 2.6 ટકા રહેવાનો અંદાજ છે, જેમાં બીજા ક્વાર્ટરમાં 1.8 ટકા, ત્રીજા ક્વાર્ટરમાં 1.8 ટકા અને ચોથા ક્વાર્ટરમાં 4.0 ટકા રહેવાનો અંદાજ છે. 2026-27ના પ્રથમ ક્વાર્ટરમાં તે 4.5 ટકા સુધી પહોંચવાનો અંદાજ છે.
આ પણ વાંચોઃ જાણો, અમેરિકામાં શટડાઉનથી ભારતીય શેરબજાર પર શું થશે અસર?












