ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ખુશખબર: હવે ATM મશીનમાં 100 અને 200ની નોટોની તંગી સર્જાશે નહીં, RBIએ બેન્કોને નિર્દેશ આપ્યા

નવી દિલ્હી, 29 એપ્રિલ 2025: બજારમાં નાની નોટોની કમીના સમાચાર હંમેશા આવતા રહે છે. લોકોની ફરિયાદો રહે છે કે એટીએમમાંથી 100 અને 200 રુપિયાની નોટો ઓછો નીકળે છે અને 500ની નોટ વધારે નીકળે છે. ભારતીય રિઝર્વ બેન્કે હવે આ સમસ્યાને ધ્યાને રાખતા મોટી એક્શન લીધી છે. કેન્દ્રીય બેન્કે દેશની બેન્કોને ખાતરી આપતા કહ્યું કે, એટીએમમાંથી 100 રુપિયા અને 200 રુપિયાની નોટ પણ નીકળે. આરબીઆઈએ કહ્યું કે, સામાન્ય જનતાને આ નોટો મળી રહેલી તે જરુરી છે. તેથી એટીએમમાં આ મૂલ્યની નોટ પર્યાપ્ત માત્રામાં નીકળે. આરબીઆઈએ સંબંધમાં એક સર્કુલર જાહેર કર્યું છે.

આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા સર્કુલરમાં બેન્કો અને વ્હાઈટ લેબલ એટીએમ ઓપરેટરોને તબક્કાવાર રીતે 100 અને 200 રુપિયાની નોટોની સંખ્યા એટીએમમાં વધારવાના નિર્દેશ આપી દીધા છે. વ્હાઈટ લેબલ એટીએમ સરકારી અને પ્રાઈવેટ બેન્કોના એટીએમ તરીકે કામ કરે છે. તેનું સંચાલન ખાનગી અથવા બિન બેન્કીંગ નાણાકીય કંપનીઓ કરે છે. આરબીઆઈના સર્કુલર અનુસાર, 30 સપ્ટેમ્બર 2025 સુધી તમામ એટીએમમાં 75 ટકા એટીએમમાં કમસે કમ એક કેસેટથી 100 રુપિયા અને 200 રુપિયાની નોટ નીકળી જોઈએ. બીજા તબક્કામાં 31 માર્ચ 2026 સુધી 90 ટકા એટીએમમાં કમે કમ એક કેસેટથી 100 રુપિયા અથવા 200 રુપિયાની કિંમતની નોટ બેન્કમાંથી નીકળવી જોઈએ.

1 મેથી વધી જશે એટીએમનો ચાર્જ

1 મે 2025થી એટીએમમાંથી ફ્રી લિમિટ બાદ રોકડ ઉપાડવાનું મોંઘુ થવાનું છે. હોમ બેન્ક નેટવર્કની બહાર કોઈ બીજા એટીએમમાંથી ટ્રાંજેક્શન કરવામાં આવે છે અથવા બેલેન્સ ચેક કરશો તો યુઝર્સને વધારે ચાર્જ આપવો પડશે. હવે દર વખતે ફ્રી લિમિટ ખતમ થયા બાદ પૈસા ઉપાડવા પર ખિસ્સા પર વધારે બોજ આપવશે. અત્યાર સુધી ફ્રી ટ્રાંજેક્શન લિમિટ ખતમ થયા બાદ એટીએમમાંથી રુપિયા ઉપાડવા પર 21 રુપિયા ચાર્જ લાગતો હતો. પણ 1 મે 2025થી દરેક ટ્રાંજેક્શન પર 23 રુપિયા આપવા પડશે. એટલે કે આપની ફ્રી લિમિટ બાદ એટીએમથી ઉપાડો તો દર વખતે 2 રુપિયાથી વધારે આપવા પડશે.

આ પણ વાંચો: પહલગામ આતંકી હુમલાનો નવો વીડિયો સામે આવ્યો, અમદાવાદના પર્યટકે નજરે જોયો ભયંકર નજારો

Back to top button