રવિ કિશને મલ્લિકાર્જુન ખડગેને હિમાલય જવાની સલાહ આપી, કહ્યું: તેમની ઉંમર થઈ ગઈ છે
- જો ભાજપ સરકાર પરત આવશે તો દેશને ગુલામ બનાવી દેશે: મલ્લિકાર્જુન ખડગે
ઉત્તર પ્રદેશ, 14 મે: લોકસભા ચૂંટણી 2024 હવે ધીમે ધીમે અંત તરફ આગળ વધી રહી છે. ગયા સોમવારે લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન પૂર્ણ થયું હતું. આ સમયે ચૂંટણી પ્રચાર દરમિયાન નેતાઓ સતત એકબીજા વિરુદ્ધ નિવેદનબાજી કરી રહ્યા છે. હાલમાં જ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ એક બેઠકમાં કહ્યું હતું કે, “જો ભાજપ સરકાર પરત આવશે તો દેશને ગુલામ બનાવી દેશે.” હવે બીજેપી નેતા, સાંસદ અને ગોરખપુર લોકસભા બેઠકના ઉમેદવાર રવિ કિશને મલ્લિકાર્જુન ખડગે પર તેમના નિવેદન પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે, તેમની ઉંમર થઈ ગઈ છે, વ્યક્તિ વૃદ્ધ થાય છે ત્યારે તે આવી વાતો કહે છે.”
#WATCH | Uttar Pradesh: On Congress President Mallikarjun Kharge’s statement that the BJP will make the country a slave, BJP candidate from Gorakhpur Lok Sabha constituency Ravi Kishan says, “This shows how much his age is affecting him. A person speaks like this when he becomes… pic.twitter.com/JJTF0FMahS
— ANI (@ANI) May 13, 2024
મલ્લિકાર્જુન ખડગેએ શું કહ્યું હતું?
કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રવિવારે દાવો કર્યો હતો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ માટે ત્રીજી ટર્મનો અર્થ ગરીબો, દલિતો અને આદિવાસીઓ સાથે “ગુલામો જેવો વ્યવહાર” થશે. આઝાદી પહેલા ગરીબો, દલિતો અને આદિવાસીઓ સાથે ગુલામો જેવો વ્યવહાર કરવામાં આવતો હતો. મોદી અને શાહને ત્રીજી ટર્મ આપશો તો એ જ સ્થિતિનું પુનરાવર્તન થશે. આપણે ફરી ગુલામ બની જઈશું.”
ખડગેને હિમાલય જવાની જરૂર છે: રવિ કિશન
ગોરખપુર લોકસભા મતવિસ્તારના બીજેપી ઉમેદવાર રવિ કિશને કહ્યું કે, “આ બતાવે છે કે ઉંમર કેટલી અસર કરે છે. જ્યારે વ્યક્તિ વૃદ્ધ થાય છે ત્યારે તે આવું બોલે છે. દેશ છેલ્લા 10 વર્ષથી જોઈ રહ્યો છે કે ‘રામ રાજ્ય’માં હિન્દુઓ અને મુસલમાનો બધા ખુશ છે… અમે ચંદ્ર પર પહોંચી ગયા અને તે આવું કહી રહ્યા છે?… ખડગે સાહેબ, હિમાલયમાં એક જગ્યા છે, હું તમને તે ગુફા વિશે જણાવીશ હું તમને ત્યાં કેવી રીતે પહોંચવું તે સરનામું મોકલીશ.”
આ પણ જુઓ: લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં સાંજે 5 સુધીમાં સરેરાશ 62.60% મતદાન નોંધાયું