ટ્રેન્ડિંગધર્મવિશેષ

વસંત પંચમી પર દુર્લભ સંયોગઃ પ્રેમનો એકરાર કે પછી લગ્ન કરવાનો શુભ યોગ

Text To Speech
  • વસંતપંચમીના દિવસે માતા સરસ્વતીની સાથે કામદેવની પણ પૂજા અર્ચના થાય છે. આ દિવસ શુભ કાર્યો માટે ઉત્તમ માનવામાં આવે છે. આ દિવસ વણજોયા મુહૂર્તનો દિવસ કહેવાય છે.

વસંત પંચમી આ વખતે 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડેના દિવસે છે. તેથી આ વર્ષે વેલેન્ટાઈન ડે પર લગ્નોનો પણ અનોખો ક્રેઝ જોવા મળે છે. વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીની સાથે કામદેવની પણ પૂજા અર્ચના થાય છે. આ દિવસ શુભ કાર્યો માટે ઉત્તમ માનવામાં આવે છે. આ દિવસ વણજોયા મુહૂર્તનો દિવસ કહેવાય છે. વસંત પંચમીના આ દિવસે કોઈ પણ મુહૂર્ત જોયા વગર જ લોકો લગ્નના બંધનમાં બંધાઈ શકે છે.

વસંત પંચમી છે અનોખુ મુહૂર્ત

હિન્દુ માન્યતા અનુસાર વસંત પસંમીને અનોખુ, વણજોયું મુહૂર્ત કહેવાયું છે. શાસ્ત્રો અનુસાર આ તિથિએ વણજોયુ મુહૂર્ત બને છે. આ દિવસે કોઈ પણ શુભ કાર્ય કરવા માટે પંચાંગ જોવાની જરૂર નથી. આ દિવસે કોઈ પણ મુહૂર્ત જોયા વગર જ લગ્ન સહિતના શુભ કાર્યો થઈ શકે છે. આ જ કારણ છે કે દર વર્ષે વસંત પંચમીના દિવસે મોટી સંખ્યામાં લગ્નો થાય છે. આ વખતે વસંત પંચમી પર વેલેન્ટાઈન ડેનો સંયોગ બની રહ્યો છે. એક જાણકારી મુજબ 13 અને 14 ફેબ્રુઆરીએ દેશભરમાં 25થી 30,000 લગ્નો યોજાશે. વસંતપંચમીના દિવસે લગ્ન કરનારા લોકો સાત જન્મ સુધી સાથે રહે છે, તેમને તમામ દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

વસંત પંચમી પર દુર્લભ સંયોગઃ પ્રેમનો એકરાર કે પછી લગ્ન કરવાના શુભ યોગ hum dekhenge news

લગ્નના શુભ મુહૂર્ત

ફેબ્રુઆરીઃ 1, 3, 4, 5, 6, 7, 8, 12, 13, 18, 19, 24, 26, 27

માર્ચઃ 2, 4, 6, 7, 11

એપ્રિલઃ 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26

વસંત પંચમી પર શુભ યોગ

વસંત પંચમી પર આ વખતે રેવતી, અશ્વિની નક્ષત્ર સાતે શુભ યોગ પડી રહ્યો છે. એવી માન્યતા છે કે વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીનો જન્મ થયો હતો.

આ પણ વાંચોઃ શું 400 વર્ષ જુના આ ત્રિપુર સુંદરી મંદિરમાં મૂર્તિઓ અરસપરસ વાતો કરે છે?

Back to top button