ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

રણવીર સિંહે પોતાના ડીપફેક બાબતે નોંધાવી FIR, વાયરલ વીડિયોથી થયો હતો હંગામો

Text To Speech
  • આમિરખાન, રશ્મિકા મંદાના અને નોરા ફતેહી બાદ હવે અભિનેતા રણવીર સિંહ પણ ડીપફેક મામલે ફસાયો છે. હાલમાં અભિનેતાનો એક ડીપ ફેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

22 એપ્રિલ, મુંબઈઃ તાજેતરમાં જ અભિનેતા આમિર ખાન, રશ્મિકા મંદાના, નોરા ફતેહી સહિતના ઘણા સ્ટાર્સ ડીપફેક વીડિયોના શિકાર બની ચૂક્યા છે. હવે અભિનેતા રણવીર સિંહ પણ આ મામલે ફસાયો છે. હાલમાં અભિનેતાનો એક ડીપ ફેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ મામલે કાયદેસરની કાર્યવાહી કરતા રણવીર સિંહે તેના ડીપફેક વીડિયો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

અભિનેતાએ પોલીસ ફરિયાદ નોંધાવી

રણવીર સિંહનો એક ડીપ ફેક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે દેશમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણી વચ્ચે તે એક રાજકીય પક્ષનો પ્રચાર કરતો જોઈ શકાય છે. આ AI-જનરેટેડ ડીપફેક વીડિયો છે. આ મામલે બોલિવૂડ એક્ટર રણવીર સિંહે ડીપફેક વીડિયો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેના સત્તાવાર પ્રવક્તાએ પુષ્ટિ કરી છે કે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અભિનેતાના પ્રવક્તાએ કહ્યું છે કે હા, અમે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને એ હેન્ડલ વિરુધ્ધ FIR દાખલ કરાઈ છે, જે રણવીર સિંહના AI-જનરેટેડ ડીપફેક વીડિયોને પ્રમોટ કરતો હતો.

ડીપફેક વીડિયો અંગે રણવીરની પ્રતિક્રિયા

આ પહેલા રણવીર સિંહે પણ તેના ચાહકોને ચેતવણી આપી હતી અને સોશિયલ મીડિયા પર આવા ડીપફેક વીડિયો ટાળવા અપીલ કરી હતી. 19 એપ્રિલે તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું – ‘મિત્રો, ડીપફેકથી બચો.’ આ ડીપફેક વીડિયોમાં રણવીર સિંહ એક રાજકીય પક્ષને સમર્થન કરતો જોઈ શકાય છે. વીડિયોમાં તેનો અવાજ AI દ્વારા બદલવામાં આવ્યો છે. આ AI જનરેટેડ ડીપફેક વીડિયોમાં વોઈસ ક્લોનિંગ કરવામાં આવ્યું છે જેમાં રણવીરના અવાજની બરાબર કોપી કરવામાં આવી છે. આ વીડિયો એવા સમયે સામે આવ્યો છે જ્યારે ભારતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. હવે અભિનેતાએ આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચોઃ જેલ તંત્ર ખોટું બોલે છે, હું તો દરરોજ ઈન્સ્યુલિન માગું છુંઃ અરવિંદ કેજરીવાલ

Back to top button