ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

Fact Check: શું અભિનેતા રણવીર સિંહે ખરેખર કોંગ્રેસ માટે વોટ માંગ્યા? જાણો શું છે વીડિયોનું સત્ય

Text To Speech

HD News Desk (અમદાવાદ), 18 એપ્રિલ: સોશિયલ મીડિયા પર દરરોજ હજારો વીડિયો કે ફોટા વાયરલ થાય છે, પરંતુ તેમાંથી કયો સાચો છે કે કયો ખોટો કે નકલી તે ઓળખવાની દરેક વ્યક્તિના બસની વાત નથી. આવી સ્થિતિમાં તેઓ ફેક ન્યૂઝનો શિકાર બને છે. બોલિવૂડ એક્ટર રણવીર સિંહનો આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે એક્ટરે લોકસભા ચૂંટણી 2024 માટે કોંગ્રેસ પાર્ટી માટે વોટ માંગ્યા છે. કોંગ્રેસ પ્રવક્તા સુજાતા પાલે પોતાના ઓફિશિયલ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેમણે દાવો કર્યો છે કે અભિનેતા રણવીર સિંહે કોંગ્રેસ માટે વોટ માંગ્યા છે, આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, ‘વોટ ફૉર ન્યાય, વોટ ફૉર કોંગ્રેસ.’

વીડિયો શું દાવો કરવામાં આવ્યો?

વીડિયોમાં અભિનેતા રણવીર સિંહ કહી રહ્યો છે કે,  મોદીજીનો ઉદ્દેશ્ય એ જ છે કે, તેઓ આપણા દુ:ખ, આપણી બેરોજગારી અને મોંઘવારીમાં સહભાગી થાય. આપણે અન્યાયના યુગ તરફ આગળ વધી રહ્યા છીએ ઝડપી ગતિએ વધી રહ્યા છીએ, પરંતુ આપણે આપણા વિકાસ અને ન્યાય માંગવાનું ક્યારેય ભૂલવું જોઈએ નહીં, તેથી વિચારીને મત આપો. ત્યારબાદ વીડિયોમાં કોંગ્રેસ માટે અપીલ કરવાની વિગતો દર્શાવવામાં આવે છે.

તપાસમાં શું બહાર આવ્યું?

અભિનેતાનો આ વીડિયો 16 એપ્રિલે રિલીઝ થયો હતો, જ્યારે રણવીર સિંહ વારાણસી ગયો હતો, તેથી આ વીડિયો Google પર સરળતાથી મળી ગયો. આ વીડિયોને સંપૂર્ણ રીતે સાંભળ્યો અને જાણવા મળ્યું કે અભિનેતાએ PM મોદીના કાશીમાં તેમના કામ માટે પ્રશંસા કરી છે અને કોઈપણ પક્ષ માટે વોટની અપીલ નથી કરી. વીડિયોમાં તે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તેની સાથે છેડછાડ કરવામાં આવી છે, VOનું લિપ-સિંકિંગ અભિનેતાની બોલવાની શૈલીથી સંપૂર્ણપણે અલગ છે. લાગે છે કે આ વીડિયોમાં વૉઈસ ક્લોનિંગ AIની મદદથી કરવામાં આવ્યું છે.

સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે અભિનેતા રણવીર સિંહે કોંગ્રેસ માટે વોટ માંગ્યા છે, જો કે, તપાસ કરતાં સંપૂર્ણપણે નકલી હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: Fact check: પ્રચાર દરમિયાન લોકોના ગુસ્સાનો સામનો કરી રહેલા નેતા ખરેખર કયા પક્ષના છે?

Back to top button