ટ્રેન્ડિંગમનોરંજન

Kalki 2898 AD: દીપિકા પાદુકોણનો ફેન બન્યો રણવીર સિંહ, પત્ની પર વરસાવ્યો અતૂટ પ્રેમ

  • તાજેતરમાં, રણવીર સિંહે પત્ની દીપિકા પાદુકોણ સાથે તેની નવીનતમ રિલીઝ ‘Kalki 2898 AD’ જોઈ છે, ફિલ્મ જોયા બાદ રણવીર ખૂબ જ પ્રભાવિત થયો હતો અને તેણે તેની પત્ની સાથે ફિલ્મ મેકર અને કાસ્ટની પ્રશંસા કરી હતી

મુંબઈ, 3 જુલાઈ: નાગ અશ્વિનની સાયન્સ-ફિક્શન ડિસ્ટોપિયન ફિલ્મ ‘Kalki 2898 AD’ 27 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને તે રિલીઝ થતાં જ હિટ બની ગઈ હતી. આ ફિલ્મમાં પ્રભાસ, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન અને કમલ હાસન જેવા સ્ટાર્સ લીડ રોલમાં છે. આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ દરમિયાન દીપિકા પાદુકોણ પોતાની ફિલ્મ જોવા PVR પહોંચી હતી. આ એક સ્પેશિયલ સ્ક્રીનિંગ હતી, જેમાં રણવીર સિંહની સાથે દીપિકા પાદુકોણની સાસુ અને ભાભી પણ જોવા મળ્યા હતા. ફિલ્મ જોયા પછી રણવીર સિંહ દીપિકા પાદુકોણ તેમજ ‘Kalki 2898 AD’ની કાસ્ટનો ચાહક બની ગયો અને ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેના ખૂબ જ વખાણ કર્યા છે.

રણવીર સિંહે પોતાના પરિવાર સાથે જોઈ ફિલ્મ

કલ્કી 2898 એડીમાં દીપિકા માતાની ભૂમિકા ભજવી રહી છે અને દરેક તેની એક્ટિંગના વખાણ કરી રહ્યા છે. રિયલ લાઈફમાં પણ દીપિકા જલ્દી જ માતા બનવા જઈ રહી છે. આવી સ્થિતિમાં તેણીએ ફિલ્મમાં પણ પોતાના પાત્રથી બધાનું દિલ જીતી લીધું છે. ફિલ્મની સફળતા આખી દુનિયામાં જોવા મળી રહી છે. આ દરમિયાન અભિનેત્રી તેની મૂવી માણવા માટે પીવીઆર પહોંચી હતી, જ્યાં તે ફેમિલી ટાઈમ વિતાવતી જોવા મળી હતી.

રણવીર સિંહે ‘Kalki 2898 AD’ના કર્યા ભરપૂર વખાણ

ફિલ્મ જોયા બાદ રણવીર સિંહે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મના ભરપૂર વખાણ કર્યા હતા. વખાણ કરતા ઈન્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું છે કે, ‘Kalki 2898 AD એ એક અદભૂત સિનેમેટિક તમાશો છે! આ બિગ સ્ક્રીન સિનેમા છે! તકનીકી અમલીકરણમાં શ્રેષ્ઠતાનું ઉચ્ચતમ સ્તર. ભારતીય સિનેમામાં શ્રેષ્ઠ. નાગી સર અને ટીમને અભિનંદન! પ્રભાસ – રિબેલ સ્ટાર ધમાકેદાર છે! કમલ હાસન ઉલગનયાગન કાયમ સર્વોચ્ચ છે!’ વધુમાં લખ્યું છે કે, ‘જો તમે મારી જેમ અમિતાભ બચ્ચનના પ્રશંસક છો તો તમે તેને જોવાનું છોડી નહીં શકો! મારી પ્રિય દીપિકા પાદુકોણ માટે તમે શાલીનતા અને ગૌરવ સાથે દરેક ક્ષણને ઉન્નત કરે છે. આવી કરુણતા, આવી કવિતા, આવી શક્તિ. તમે અનુપમ છો. હું તને પ્રેમ કરું છુ!’

અહીં જૂઓ સ્ટોરી:

આ ફિલ્મથી દીપિકાએ પોતાના કરિયરની કરી હતી શરૂઆત

દીપિકા પાદુકોણે પોતાના કરિયરની શરૂઆત સાઉથની ફિલ્મ ‘ઐશ્વર્યા’થી કરી હતી. બાદમાં અભિનેત્રી બોલિવૂડ તરફ વળી અને તેની પહેલી જ ફિલ્મથી તે હિટ બની હતી. શાહરૂખ ખાનની ‘ઓમ શાંતિ ઓમ’માં જોવા મળી હતી. હવે ફરી એકવાર દીપિકા પાદુકોણ ‘Kalki 2898 AD’માં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ સમગ્ર ભારતમાં ઘણી ભાષાઓમાં રિલીઝ થઈ છે.

આ પણ વાંચો: MPના ઓરછામાં શરૂ થયું ભૂલ ભૂલૈયા 3નું શૂટિંગ, જાણો કોણ કોણ પહોંચ્યું?

Back to top button