ટ્રેન્ડિંગમનોરંજન

MPના ઓરછામાં શરૂ થયું ભૂલ ભૂલૈયા 3નું શૂટિંગ, જાણો કોણ કોણ પહોંચ્યું?

Text To Speech
  • કાર્તિક આર્યનની ફિલ્મ ચંદુ ચેમ્પિયન સફળતાના ઝંડા લહેરાવી રહી છે, તો બીજી તરફ તેની આગામી ફિલ્મ ભૂલ ભૂલૈયા 3નું શૂટિંગ શરૂ થઈ ચુક્યું છે

કાર્તિક આર્યન બોલિવૂડનો ઉભરતો સ્ટાર છે. હાલમાં તેની ફિલ્મોમાં ખૂબ ડિમાન્ડ છે. હાલમાં જ રીલીઝ થયેલી તેની ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન‘ બોક્સ ઓફિસ પર સફળતાના ઝંડા લહેરાવી રહી છે. 14 જૂને સિનેમાઘરોમાં રીલીઝ થયેલી આ ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. કાર્તિક હવે તેની આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. ભૂલ ભૂલૈયા 3નું શૂટિંગ શરૂ થઈ ચૂક્યું છે.

‘ભૂલ ભુલૈયા 3’નું શૂટિંગ શરૂ 

કાર્તિકની આગામી ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 3‘ની જાહેરાત થઈ છે, ત્યારથી તે સમાચારમાં છે. તાજેતરમાં જ કોલકત્તામાં ફિલ્મનું શૂટિંગ શરૂ થયું હતું, જેની માહિતી કાર્તિક આર્યને સોશિયલ મીડિયા પર આપી હતી. હવે તેણે ફિલ્મને લઈને એક નવું અપડેટ આપ્યું છે. કોલકાતા બાદ હવે ‘ભૂલ ભૂલૈયા 3’નું શૂટિંગ મધ્યપ્રદેશમાં શેડ્યુઅલ કરાયું છે.

 

View this post on Instagram

 

A post shared by KARTIK AARYAN (@kartikaaryan)

કાર્તિક આર્યનએ સોમવારે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી અને કહ્યું કે તે ફિલ્મ માટે મધ્યપ્રદેશના ઓરછા શહેરમાં પહોંચી ગયો છે. મંગળવારે તેણે ઈન્સ્ટા સ્ટોરી પર ગ્વાલિયરનો એક વીડિયો પણ શેર કર્યો હતો.

MPના ઓરછામાં શરૂ થયું ભૂલ ભૂલૈયા 3નું શૂટિંગ, જાણો કોણ કોણ પહોંચ્યું? hum dekhenge news

ભૂલ ભુલૈયા 3 ના કલાકારોમાંથી કાર્તિક આર્યન, તૃપ્તિ ડિમરી અને માધુરી દીક્ષિત ઓરછા પહોંચી ગયા છે. અહીં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અહેવાલો અનુસાર, ફિલ્મનું શૂટિંગ ઓરછાના કિલ્લા અને પ્રાકૃતિક ધરોહરો પર કરવામાં આવશે. પર્યટનની દ્રષ્ટિથી, વરસાદની સીઝનમાં અહીં પ્રવાસીઓ વધી જાય છે. ઓરછામાં ઘણા એવા પોઈન્ટ છે જ્યાં ભૂલ ભુલૈયા 3નું શૂટિંગ થશે.તૃપ્તિ ડિમરીએ મંગળવારે ઈન્સ્ટાગ્રામ પર ઓરછાની કેટલીક તસવીરો પણ શેર કરી હતી. આ ફિલ્મને અનીસ બઝમી ડિરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મ આ વર્ષે દિવાળીના તહેવાર પર રીલીઝ થશે.

આ પણ વાંચોઃ અક્ષયકુમારની સરફિરાના ટ્રેલરે તોડ્યા તમામ રેકોર્ડ, યુટ્યૂબ પર બન્યું નંબર 1 

Back to top button