ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રણદીપ સુરજેવાલાને વિવાદિત ટિપ્પણી મુદ્દે હરિયાણા મહિલા આયોગે સમન્સ પાઠવ્યું

  • રણદીપ સુરજેવાલાને 9 એપ્રિલે કમિશન સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું 

હરિયાણા, 4 એપ્રિલ: કોંગ્રેસ નેતા રણદીપસિંહ સુરજેવાલા લોકસભા ચૂંટણીની મોસમ દરમિયાન અભિનેત્રી અને સાંસદ હેમા માલિની વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરવાના કારણે ચર્ચામાં છે. આ મામલે બીજેપી રણદીપ સુરજેવાલા પર સતત પ્રહારો કરી રહી છે. આ દરમિયાન હવે હરિયાણા મહિલા આયોગે પણ રણદીપસિંહ સુરજેવાલાને નોટિસ પાઠવી છે અને આ નોટિસમાં રણદીપસિંહ સુરજેવાલાને 9 એપ્રિલે મહિલા કમિશન સમક્ષ હાજર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

 

કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ શું કહ્યું?

કોંગ્રેસના મહાસચિવ રણદીપ સુરજેવાલાએ મથુરાથી બીજેપી સાંસદ રહેલી હેમા માલિનીને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. હરિયાણાના કૈથલમાં આયોજિત એક કાર્યક્રમમાં લોકોને સંબોધતા સમયે સુરજેવાલાએ કહ્યું કે, તમે લોકો અમને ધારાસભ્ય અને સાંસદ બનાવો જેથી અમે સંસદમાં લોકોનો અવાજ ઉઠાવી શકીએ. ‘કોઈ હેમા માલિની તો છે નહીં…’

 

હેમા માલિનીએ શું જવાબ આપ્યો? 

હેમા માલિનીએ સુરજેવાલાના આ નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, “વિપક્ષી નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી મહિલાઓનું સન્માન કરવાનું શીખવું જોઈએ.” “વિપક્ષ માત્ર ‘લોકપ્રિય લોકોને’ નિશાન બનાવે છે. તેઓ માત્ર લોકપ્રિય લોકોને જ ટાર્ગેટ કરે છે કારણ કે અપ્રિય લોકોને ટાર્ગેટ કરવાથી તેમને કોઈ ફાયદો થશે નહીં..તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી મહિલાઓનું સન્માન કરવાનું શીખવું જોઈએ.” હેમા માલિનીએ મથુરાથી લોકસભા ચૂંટણી માટે ફરીથી ઉમેદવારી નોંધાવવા પર ખુશી વ્યક્ત કરી છે.

અગાઉ પણ વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા

કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલા ગયા વર્ષે પણ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. હરિયાણાના કૈથલમાં આયોજિત રેલીમાં તેમણે ભારતીય જનતા પાર્ટીના સમર્થકોને રાક્ષસી સ્વભાવના ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે “જે કોઈ ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપે છે અથવા તેમને મત આપે છે તે રાક્ષસી સ્વભાવનો છે. હું તેમને મહાભારતની ભૂમિ પરથી શ્રાપ આપું છું.”

આ પણ જુઓ: કોંગ્રેસનું જહાજ આ છ કારણોથી ડૂબી રહ્યું છે અને નેતાઓ ભાગી રહ્યા છે

Back to top button