ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

રણબીર-આલિયા પોતાની લાડલી રાહા સાથે સુંદર પળો વિતાવતા દેખાયા, જુઓ વીડિયો

  • બોલિવૂડના હોટ કપલ ગણાતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટની લાડલી રાહાના પ્રેમમાં લોકો

HD ન્યૂઝ ડેસ્ક, 30 એપ્રિલ: બોલિવૂડના હોટ કપલ ગણાતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ક્યૂટ દીકરી રાહાના પણ લોકો પ્રેમમાં છે. આ કપલ તાજેતરમાં એક ફૂટબોલ મેચમાં જોવા મળ્યું હતું, જ્યાં બંને રણબીર કપૂરની ટીમને સપોર્ટ કરવા પહોંચ્યા હતા. પોતાની લાડલી દીકરી રાહા સાથે રણબીર અને આલિયાનો એક ક્યૂટ વીડિયો લોકોના દિલ જીતી રહ્યો છે. આ વીડિયો જામનગરનો છે. રણબીર કપૂર બોલિવૂડના સૌથી હેન્ડસમ અભિનેતાઓમાંનો એક છે. તે માત્ર તેના દેખાવ માટે જ નહીં પરંતુ તેની એક્ટિંગ માટે પણ પ્રખ્યાત છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બી-ટાઉનના સૌથી પ્રિય કપલ્સમાંથી એક છે. સોશિયલ મીડિયા પર તેમનો એક વીડિયો બહાર આવ્યો છે જેમાં તેઓ તેમની લાડલી રાહા સાથે સુંદર પળો વિતાવતા દેખાઈ રહ્યા છે.

 

રણબીર-આલિયાનો ક્યૂટ વીડિયો 

સ્ક્રીન પર રણબીર કપૂરની ઈમેજ ચોકલેટ બોયની છે. પરંતુ રિયલ લાઈફમાં તેને કૂલ અને કેરિંગ ડેડી માનવામાં આવે છે. રાહા સાથે રણબીર અને આલિયાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જામનગરનો હોવાનું કહેવાય છે, જ્યારે આ ‘બ્રહ્માસ્ત્ર’ કપલ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં પહોંચ્યું હતું.

રણબીર કપૂરે પોતાની લાડલી પર પોતાનો પ્રેમ વરસાવ્યો

આ વીડિયોમાં રણબીર પોતાની લાડલીને ખોળામાં ઊંચકીને બેઠો જોવા મળી રહ્યો છે. રાહા બે ચોટી સાથે સફેદ ફ્લોરલ પ્રિન્ટેડ ફ્રોકમાં ખૂબ જ સુંદર અને ક્યૂટ લાગી રહી છે. તેની સાથે ઉભેલી આલિયા સફેદ કેપ અને તે જ રંગની પેન્ટ-ટોપ પહેરેલી જોવા મળે છે. અભિનેત્રીની સિમ્પલ અને સોબર ડ્રેસિંગ સેન્સ જોવા જેવી છે.

રણબીર-આલિયા વર્કફ્રન્ટ

રણબીર કપૂર નીતિશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી ‘રામાયણ’ માટે ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે ભગવાન શ્રી રામના રોલમાં જોવા મળશે. દરમિયાન, આલિયા ભટ્ટ પાસે એક્સેલ એન્ટરટેઈનમેન્ટની ‘જી લે ઝરા’ પાઇપલાઇનમાં છે.

આ પણ જુઓ: દીયા મિર્ઝાએ દિકરાને તેડીને કર્યું વર્કઆઉટ, ફેન્સને પસંદ પડ્યો વીડિયો

Back to top button