ટ્રેન્ડિંગમનોરંજન

‘એનિમલ’થી લઈને ‘રામાયણ’ સુધી રણબીરે કર્યું જબરજસ્ત ટ્રાન્સફોર્મેશન, જુઓ બદલાયેલો લુક

  • રણબીર કપૂર ‘રામાયણ’ફિલ્મમાં શ્રીરામના પાત્રમાં જોવા મળશે અને આ માટે તે ખૂબ જ મહેનત કરી રહ્યો છે. ‘એનિમલ’થી લઈને ‘રામાયણ’ સુધી રણબીરે ખેડેલી સફર ખરેખર જોવાલાયક છે.

ગયા વર્ષે રીલીઝ થયેલી ફિલ્મ ‘એનિમલ’ની જબરજસ્ત સફળતા બાદ હવે એક્ટર રણબીર કપૂર તેના આગામી પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. હાલમાં તે આગામી માઈથોલોજિકલ ફિલ્મ ‘રામાયણ’ને લઈને ખૂબ ચર્ચાઓમાં છે. ફિલ્મમાં રણબીર શ્રીરામના પાત્રમાં જોવા મળશે અને આ માટે તે ખૂબ જ મહેનત કરી રહ્યો છે. ‘એનિમલ’થી લઈને ‘રામાયણ’ સુધી રણબીરે ખેડેલી સફર ખરેખર જોવાલાયક અને કાબિલ-એ-દાદ છે.

રણબીરનું બોડી ટ્રાન્સફોર્મેશન

રણબીર કપૂર રામાયણ’ માટે તેના પાત્રમાં ઢળવા માટે સખત મહેનત કરી રહ્યો છે અને જીમમાં પણ પરસેવો પાડી રહ્યો છે. આ ફિલ્મ માટે રણબીર પોતાનું બોડી ટ્રાન્સફોર્મેશન કરી રહ્યો છે. હાલમાં જ તેના કોરિયન જિમ ટ્રેનર નેમે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે હેવી એક્સર્સાઈઝ અને વર્કઆઉટ કરતો જોવા મળ્યો હતો. હવે તેના અન્ય ટ્રેનરે અભિનેતાની ઝલક બતાવી છે, જેમાં 3 વર્ષની ફિઝિકલ ટ્રાન્સફોર્મેશનની મહેનત દેખાઈ રહી છે. રણબીરના આ બોડી ટ્રાન્સફોર્મેશને લોકોને ચોંકાવી દીધા છે.

 

View this post on Instagram

 

A post shared by SHIVOHAAM (@shivohamofficial)

ત્રણ વર્ષમાં કર્યું ફિઝિકલ ટ્રાન્સફોર્મેશન

રણબીરના ફિટનેસ ટ્રેનર શિવોહમે અભિનેતાની ફિઝિકલ જર્નીની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે . પહેલી તસવીર ફિલ્મ ‘એનિમલ’ વખતની છે. તેમાં રણબીર દાઢીમાં જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ માટે તેણે ઘણું વજન વધાર્યું હતું. ત્યારબાદ 3 વર્ષ સુધી તેણે જીમમાં ખૂબ પરસેવો વહાવ્યો છે અને રામાયણ માટે તે હવે સિક્સ પેક, મસલ્સ અને લીન બોડીનામાં જોવા મળી રહ્યો છે. ટ્રેનર શિવોહમે પણ રણબીરની મહેનતના વખાણ કર્યા છે. રણબીરના આ લુકની પણ લોકો પ્રશંસા કરી રહ્યા છે.

શોર્ટકટથી કંઈ મળતું નથી

ફિટનેસ ટ્રેનરે આ તસવીરોની સાથે લખ્યું છે કે આ બધું 3થી વધુ વર્ષની સખત મહેનત હતી. જીવનમાં શોર્ટકટથી કશું જ મળતું નથી. લક્ષ્ય સુધી પહોંચવા માટે એક ક્લીયર વિઝન અને યોજનાબદ્ધ કાર્યની જરૂર હોય છે. જો તમારી પાસે લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ઈચ્છાશક્તિ, નિરંતરતા અને ભૂખ નથી તો કોઈ પણ યોજના સાકાર થઈ શકતી નથી.

આ પણ વાંચોઃ રિદ્ધિમા કપૂરને ભાઈ-ભાભીમાં દેખાય છે માતાપિતાની ઝલક, રણબીર-આલિયા મારા પેરેન્ટસ જેવા!

Back to top button