ટોપ ન્યૂઝટ્રેન્ડિંગધર્મનેશનલ

દેશભરમાં આજે રામનવમીની ધૂમ, 500 વર્ષ બાદ અયોધ્યા રામમંદિરમાં ઉજવણી

Text To Speech
  •  રામ મંદિરમાં આજે બપોરે 12 વાગ્યે આસપાસ રામલલ્લાને થશે સૂર્યતિલક 

અયોધ્યા, 17 એપ્રિલ: દેશભારમાં આજે બુધવારે રામ નવમી ઉજવણી કરવામાં આવી રહી છે. રામ નવમીના આજના અવસરે અયોધ્યાના રામ મંદિરમાં 500 વર્ષ બાદ ઉજવણી થશે. રામ મંદિરમાં આજે અભિજીત મુહૂર્તમાં બપોરે 12.16 કલાકે રામલલ્લાની મૂર્તિને સૂર્યતિલક થશે. આ દિવસ રામ ભક્તો માટે ખૂબ જ ખાસ છે. જેના કારણે મોટી સંખ્યામાં ભક્તો રામ મંદિર પહોંચ્યા છે. આ ખાસ અવસર પર અયોધ્યામાં સવારે 3.30 વાગ્યાથી રામલલ્લાના દર્શન શરૂ થઈ ગયા છે. 25 લાખ શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચશે તેવો અંદાજ લગાવવામાં આવ્યો છે. આ માટે તૈયારીઓ પણ કરવામાં આવી છે. સવારે 3.30 વાગ્યે મંગળા આરતીના દર્શન કરવા માટે ભક્તોની કતારો લાગી હતી.

 

મંદિર રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લું રહેશે

રામ નવમી નિમિતે આજે સવારે 5 વાગ્યે શ્રીંગાર આરતી થઈ હતી. ભક્તો પણ રામલલ્લાના સતત દર્શન કરી રહ્યા છે, ભોગ ચઢાવતી વખતે થોડો સમય માત્ર પડદો રાખવામાં આવ્યો હતો. રામ નવમી નિમિત્તે મંદિર રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. આ દરમિયાન વચ્ચે ભોગ અને આરતી પણ થશે. બપોરે 12.16 કલાકે રામલલ્લાના કપાળ પર સૂર્યતિલક કરવામાં આવશે. લગભગ 4 મિનિટ સુધી રામલલ્લાના કપાળ પર સૂર્ય કિરણોનો અભિષેક કરવામાં આવશે. આ સમય દરમિયાન, અયોધ્યામાં ભક્તોને ગર્ભગૃહની અંદરની તસવીરો પ્રસારિત કરવા માટે 100 LED સ્ક્રીન લગાવવામાં આવી છે.

મજબૂત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી 

રામ નવમી નિમિત્તે અયોધ્યા ધામમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. અયોધ્યાના દરેક ખૂણે-ખૂણે પોલીસ અને અર્ધ લશ્કરી જવાનો તૈનાત છે. રામલલ્લાની જન્મજયંતિના સાક્ષી બનવા માટે લગભગ 25 લાખ ભક્તો રામનગરી પહોંચે તેવી શક્યતા છે, જેને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ભગવાન રામલલાના દર્શન માટે આવતા ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.

આ પણ જુઓ: રામ નવમી પર પ્રભુ શ્રીરામની કૃપા મેળવવા કરો આ કામ

Back to top button