ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

રામચરિતમાનસ અને પંચતંત્રને UNESCOના મેમોરી ઓફ ધ વર્લ્ડ રિજનલ રજિસ્ટરમાં મળ્યું નામ

Text To Speech
  • MOWCAPની 10મી સામાન્ય સભામાં આ નિર્ણય લેવામાં આવ્યો

નવી દિલ્હી, 14 મે: પ્રાચીન રામચરિતમાનસ પાંડુલિપિયા અને 15મી સદીની પંચતંત્ર દંતકથાઓ સહિત એશિયા-પેસિફિકની 20 ધરોહરોનો 2024 માટે યુનેસ્કોના મેમોરી ઓફ ધ વર્લ્ડ રિજનલ રજિસ્ટરમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અધિકારીઓએ સોમવારે કહ્યું કે, આ નિર્ણય એશિયા એન્ડ ધ પેસિફિક માટેની મેમોરી ઓફ વર્લ્ડ કમિટી (MOWCAP)ની 10મી સામાન્ય બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ બેઠક 7મી અને 8મી મે દરમિયાન મંગોલિયાની રાજધાની ઉલાન બાટોરમાં યોજવામાં આવી હતી. આ બેઠકનું આયોજન મંગોલિયાના સંસ્કૃતિ મંત્રાલય, યુનેસ્કો માટેના મંગોલિયન નેશનલ કમિશન અને બેંગકોકમાં યુનેસ્કો પ્રાદેશિક કાર્યાલય દ્વારા કરવામાં આવ્યું હતું.

આ વર્ષે રેકોર્ડમાં વંશાવલી રેકોર્ડનો ખાસ સમાવેશ કરવામાં આવ્યો

અધિકારીઓએ કહ્યું કે, આ વર્ષે રેકોર્ડમાં વંશાવલી રેકોર્ડનો ખાસ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં મંગોલિયાના ખલખા મંગોલ પરિવાર અને તેમની વંશાવલી, ચંગેઝ ખાનના  ઘરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય ચીનના હુઇઝોઉ અને મલેશિયાના કેદાહ રાજ્યના સમુદાય અને પારિવારિક ઇતિહાસનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

આ વર્ષે નોંધાયેલા રેકોર્ડમાં વિજ્ઞાન અને સાહિત્યને પણ સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં બાંગ્લાદેશી વિજ્ઞાન સાહિત્યની નારીવાદી લેખક રોકેયા એસ. હુસૈનને પણ માન્યતા આપવામાં આવી હતી. તેમણે તેમની 1905ની વાર્તાઓ સુલતાન ડ્રીમમાં શોધ થઈ તે પહેલા જ હેલિકોપ્ટર અને સોલાર પેનલ બંનેની કલ્પના કરી લીધી હતી.

આ પણ જુઓ: બદ્રી વિશાલ લાલની જયઃ વૈદિક મંત્રોચ્ચાર સાથે ખુલ્યા બદ્રીનાથના દ્વાર

Back to top button