ટ્રેન્ડિંગમનોરંજન

“મારી પાસે 1200 કરોડનું કામ છે, છતાં મને જેલમાં મોકલવા માંગે છે”, ચેક બાઉન્સ કેસમાં કર્યા ચોંકાવનારા ખુલાસા

નવી દિલ્હી: 28 ફેબ્રુઆરી, 2026: Rajpal Yadav Cheque Bounce Case: બોલિવૂડના જાણીતા કોમેડિયન રાજપાલ યાદવ હાલમાં એક જૂના ચેક બાઉન્સ કેસને લઈને ભારે ચર્ચામાં છે. શનિવારે તેમણે પોતાના વકીલ ભાસ્કર ઉપાધ્યાય સાથે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે તેમને બદનામ કરવા અને જેલમાં મોકલવા માટે મોટું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે.

શું છે સમગ્ર વિવાદ?

બિઝનેસમેન માધવ ગોપાલ અગ્રવાલે (મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ) રાજપાલ યાદવ વિરુદ્ધ ચેક બાઉન્સનો કેસ નોંધાવ્યો છે. આ વિવાદ વર્ષ ૨૦૧૦માં રાજપાલ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘અતા પતા લાપતા’ માટે લેવામાં આવેલી લોન સાથે જોડાયેલો છે.

લોનની રકમ: ફિલ્મ માટે 5 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું.
વ્યાજનું ભારણ: રાજપાલના વકીલના જણાવ્યા અનુસાર, ભારે વ્યાજને કારણે આ રકમ વધીને 10.40 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

“જેલમાં મોકલવાનો જ હેતુ છે” – વકીલ

રાજપાલના વકીલે આક્ષેપ કર્યો હતો કે, “ફરિયાદી માધવ ગોપાલ અગ્રવાલ માત્ર પૈસા વસૂલવા નથી માંગતા, પણ રાજપાલને જેલમાં મોકલવા પર અડગ છે. 2018માં જ્યારે રાજપાલ કોર્ટમાં સિક્યોરિટી રકમ અને પ્રોપર્ટીના કાગળો જમા કરાવવા તૈયાર હતા, ત્યારે ફરિયાદીએ તે લેવાનો ઇનકાર કરી દીધો હતો. જો તેમણે સિક્યોરિટી સ્વીકારી હોત તો આ કેસ ક્યારનોય પૂરો થઈ ગયો હોત.”

રાજપાલ યાદવનો પક્ષ: “1200 કરોડના પ્રોજેક્ટ્સ લાઈનમાં છે”

પ્રેસ કોન્ફરન્સમાં રાજપાલે પોતાની આર્થિક સ્થિતિ અને ભવિષ્યના પ્લાન વિશે વાત કરતા કહ્યું કે, “આવનારા 7 વર્ષમાં મારી પાસે 1200 કરોડ રૂપિયાના બ્રાન્ડિંગનું કામ છે. મારી પાસે 4 મોટા એગ્રીમેન્ટ છે, જેમાં ફિલ્મો સામેલ નથી. 10 ફિલ્મો પણ લાઈનમાં છે. જો 10.40 કરોડ નહીં આપો તો તારી એક-એક ઇંચ જમીન વેચાવી દઈશ.”

ચાહકોની મદદ

એક્ટરે ભાવુક થતા કહ્યું કે, છેલ્લા 20 દિવસમાં બાળકોના ગલ્લાથી લઈને સોશિયલ મીડિયા દ્વારા તેમને 1 કરોડ રૂપિયાની મદદ મળી છે. તેમણે ખાતરી આપી કે તેઓ દરેકના પૈસા ઇજ્જત સાથે પરત કરી દેશે.

“કિંગ ભાગતો નથી”

પોતાના અનોખા અંદાજમાં રાજપાલે અંતમાં જણાવ્યું કે, “હું ક્યારેય ખોટા રસ્તે ગયો નથી. રાજાની જેમ જીવો અને મજૂરની જેમ કામ કરો. કિંગ તો કિંગ જ હોય છે, પછી તે જેલમાં હોય કે અહીંયા, અને કિંગ ક્યારેય ભાગતો કે છુપાતો નથી.”

 

Back to top button