કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

રાજકોટ DDOનું ગામડાઓમાં સરપ્રાઇઝ ચેકિંગ, આરોગ્ય કેન્દ્રોમાં સ્ટાફ હાજર ન રહેતા ફટકારાઈ નોટીસ

Text To Speech

ભૂતકાળમાં ઘણા એવા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. જેમાં સરકારી કર્મચારીઓ પોતાના કામમાંથી ગુલ્લી મારીને સરકારી કામકાજ રજડતા મુકી દેતા હોય છે. ગ્રામ્ય વિસ્તારોમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં ખાસ કરીને આવી વૃતિ જોવા મળતી હોય છે. ત્યારે રાજકોટમાં પણ કંઈક આવો જ કિસ્સો સામે આવ્યો છે. જેમાં રાજકોટ DDOના સરપ્રાઇઝ વિઝિટ કરતા કેટલાક ગામડાઓમાં આરોગ્યકર્મી અને તલાટી મંત્રી ગ્રામપંચાયતમાં હોજર જોવા મળ્યા ન હતા.

રાજકોટ DDOનું ચાર ગામોમાં સરપ્રાઇઝ ચેકિંગ

મળતી માહીતી મુજબ રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીએ લોધિકા તાલુકાના હરિપર પાળ, દેવડા, વીર વાજડી અને મેટોડા ગામની વિવિધ સરકારી કચેરીઓની મુલાકાત લીધી હતી. આ ગામડાઓમાં મુલાકાત લેતા કેટલાક ગામડાઓમાં આરોગ્યકર્મી અને તલાટી મંત્રી ગ્રામપંચાયત અને આરોગ્ય કેન્દ્રમાં હાજર જોવા મળ્યા ન હતા. આ અંગે તાલુકા વિકાસ અધિકારીને પૂછતા તેઓ પાસે પણ કોઇ રજા અંગેની માહિતી ન હોવાનું જાણવા મળ્યુ હતું. જેથી આ બાબતે રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીએ આવા ગુલ્લીબાજ કર્મચારીઓ વિરુદ્ધ લાંલ આંખ કરી છે . જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ ગુલ્લીબાજ આરોગ્યકર્મી અને બે તલાટી મંત્રીઓને નોટિસ આપી ત્રણ દિવસમાં આ બાબતે ખુલાસો પૂછવામાં આવ્યો છે.

રાજકોટ DDOનું ચેકીગ-humdekhengenews

ગેરહાજર રહેનાર કર્મચારીઓ સામે કાર્યવાહી

જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ જણાવ્યુ હતુ કે દરેક અધિકારીઓ અને કર્મચારીઓએ પોતાની ફરજ પર સમયસર હાજર રહેવું પડશે. અને તંત્ર દ્વારા દર અઠવાડિયે આવી જ રીતે સરપ્રાઇઝ ચેકિંગ કરાશે જેમાં જો કોઈ જાણ કર્યા વિના ગેરહાજર હોવાનું સામે આવશે તો આવા અધિકારીઓ સામે કડક પગલાં લેવાશે.

બોર્ડ લગાવવા આદેશ

ખેડૂતો વારંવાર તલાટીઓ કચેરીએ આવતા ન હોવાથી દાખલા સહિતની કામગીરીમાં અટવાઈ જતા હોવાની ફરિયાદ કરે છે. તેમજ આરોગ્ય કેન્દ્રોમાં સ્ટાફ હોતો નથી તેથી દર્દીઓને સીધા રાજકોટ દોડી આવવુ પડતું હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારના આરોગ્ય કેન્દ્રો ઉપરાંત કચેરીઓમાં ક્યાં અધિકારી ક્યાં સમયે ક્યાં ગામમાં હાજર રહેશે તેના બોર્ડ લગાવવા આદેશ પણ અપાયો છે. જેથી અહી આવતા લોકોને કોઈ તકલીફ ન પડે.

આ પણ વાંચો : વર્ષ 2022 માં રાજ્યના 12.72 લાખ લોકોની સેવાનું માધ્યમ બની “108 એમ્બ્યુલન્સ સેવા”

Back to top button