લોહિયાળ લવ સ્ટોરી: બોયફ્રેન્ડે તલવાર લઈને પ્રેમિકાને કાપી નાખી, ઘટના CCTVમાં કેદ

બાંસવાડા 02 જૂલાઈ 2025: boyfriend killed his girlfriend with sword રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં, એક શિક્ષિકાને તેના પાગલ પ્રેમીએ તલવારથી હુમલો કરીને મારી નાખી છે. આ ઘટના કાલિનજારા પોલીસ સ્ટેશન હેઠળના કાલિનજારા-દાહોદ મુખ્ય માર્ગ પર બની હતી. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. મળતી માહિતી મુજબ, મંગળવારે સવારે શિક્ષિકા સજ્જનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના સિયા ખુટામાં તેના ઘરેથી તરિયાપાડા ગામમાં ભણાવવા જઈ રહી હતી. તે કાલિનજારા બસ સ્ટેન્ડ પર બસની રાહ જોઈ રહી હતી. આ દરમિયાન, તેનો પ્રેમી મહિપાલ ભગોરા કારમાં બસ સ્ટેન્ડ પર આવી પહોંચ્યો હતો.
મહિલા બસની રાહ જોઈ રહી હતી
CCTVમાં દેખાઈ રહ્યું છે કે મહિલા બસની રાહ જોઈ રહી હતી. આ દરમિયાન મહિપાલ એક કારમાં આવે છે અને મહિલા પર તલવારથી હુમલો કરવાનું શરૂ કરે છે. આ દરમિયાન નજીકમાં હાજર લોકો ભાગવા લાગે છે. મહિલાની હત્યા કર્યા પછી, આરોપી તેજ ગતિએ કાર લઈને ભાગી ગયો. ભાગતી વખતે કાર રસ્તા પરના ઝાડ સાથે અથડાઈ ગઈ. આ પછી, તે કાર છોડીને ચાલીને ભાગી ગયો હતો. પોલીસે કાર કબજે કરી છે. આ ઘટનાએ વિસ્તારમાં સનસનાટી મચાવી દીધી હતી.
राजस्थान के बांसवाड़ा में पूर्व प्रेमी ने बस स्टैंड पर बैठी सरकारी महिला टीचर का तलवार से मर्डर कर दिया। लीला ताबियार की करीब 8 साल पहले शादी हुई थी। उसका तलाक हो गया था। इसके बाद लीला ने आरोपी महिपाल भगौरा से रिश्ता जोड़ लिया था। लेकिन 2023 में सरकारी नौकरी लगने के बाद लीला की… pic.twitter.com/RW3majAawm
— ReporteR Sahab (@ReporterSahab) July 1, 2025
પ્રેમિકાએ જામીન લઈને તેને જેલમાંથી મુક્ત કરાવ્યો હતો
આ ઘટના અંગે એસપીએ કહ્યું કે તલવારના હુમલાથી મહિલાનું મોત થયું હતું. પરિવારના સભ્યોની ફરિયાદ પર આરોપી સામે કેસ નોંધવામાં આવી રહ્યો છે. એસપીએ કહ્યું કે બંને વચ્ચે લગભગ એક વર્ષ સુધી પ્રેમ સંબંધ હતા. લગભગ એક વર્ષ પહેલા પણ આ બંને વચ્ચે છરીથી હુમલો કરવાને લઈ ઝઘડો થયો હતો અને આરોપી પણ જેલમાં ગયો હતો, પરંતુ મહિલા શિક્ષિકાએ જ જામીન લઈને તેને જેલમાંથી મુક્ત કરાવ્યો હતો. આ પછી, આજે ફરી આ ઘટના બની છે.
આ પણ વાંચો: ફ્લાવર નહીં ફાયર હૈ: ઈશાન કિશને ફરી બતાવી દીધું, ઈંગ્લેન્ડમાં બે ફિફ્ટી ઠોકી સિલેક્ટર્સની બોલતી બંધ કરી દીધી












