કાજૂ-બદામથી પણ વધુ ગુણકારી છે કિસમિસ, પલાળીને ખાસો તો મળશે ગજબના ફાયદા
- કિસમિસ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેના નિયમિત સેવનથી શરીરને ઘણા ફાયદા થાય છે. આખી રાત પલાળેલી કિસમિસ વધુ ફાયદાકારક બને છે અને તેના ગુણોમાં વધારો થાય છે.
લોકો કિસમિસને ઓછી આંકવાની ભૂલ કરતા હોય છે, પરંતુ ગુણધર્મોની દ્રષ્ટિએ તે અન્ય ડ્રાયફ્રૂટથી જરાય ઉતરતી નથી. કિસમિસ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેના નિયમિત સેવનથી શરીરને ઘણા ફાયદા થાય છે. આખી રાત પલાળેલી કિસમિસ વધુ ફાયદાકારક બને છે અને તેના ગુણોમાં વધારો થાય છે. કિસમિસનું પાણી શરીરને હેલ્ધી પણ બનાવે છે.
આયુર્વેદમાં પલાળેલી કિસમિસ અને તેના પાણીના ફાયદા પણ જણાવવામાં આવ્યા છે. તેના સેવનથી માત્ર પાચનક્રિયા જ નહીં, પરંતુ ડાયાબિટીસ જેવી સમસ્યાઓથી પણ રાહત મળે છે. ચાલો જાણીએ કિસમિસને પલાળીને ખાવાના ફાયદા.
પલાળેલી કિસમિસના આ છે ગજબના ફાયદા
ડાઈજેશન
પલાળેલી કિસમિસમાં ફાઈબર અને ટાર્ટરિક એસિડની માત્રા વધી જાય છે, તે પાચનતંત્રને મજબૂત બનાવે છે અને કબજિયાત દૂર કરવામાં મદદ કરે છે. પલાળેલી કિસમિસમાં નેચરલ સુગરની માત્રા પણ વધે છે, જે શરીરને ઉર્જા પ્રદાન કરે છે.
હાડકાં માટે
પલાળેલી કિસમિસમાં કેલ્શિયમ અને બોરોનની માત્રા પણ વધી જાય છે, તે હાડકાંને મજબૂત બનાવે છે અને ઑસ્ટિયોપોરોસિસ જેવી બીમારીઓથી બચાવે છે. પલાળેલી કિસમિસમાં કેલ્શિયમનું પ્રમાણ પણ વધે છે, જે દાંતને મજબૂત બનાવે છે અને દાંતનો સડો અટકાવે છે.
બીપી, એનિમિયા
પલાળેલી કિસમિસમાં આયર્નનું પ્રમાણ પણ વધુ હોય છે, જે એનિમિયાને અટકાવે છે અને શરીરમાં લાલ રક્તકણોનું નિર્માણ કરે છે. પલાળેલી કિસમિસમાં પોટેશિયમની માત્રા પણ વધે છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
ડાયાબિટીસ
પલાળેલી કિસમિસમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. તેમાં એન્ટીઓક્સીડન્ટની માત્રા પણ વધી જાય છે, જે યાદશક્તિને મજબૂત બનાવે છે.
ત્વચા માટે
પલાળેલી કિસમિસમાં એન્ટીઓક્સીડન્ટનું પ્રમાણ પણ વધુ હોય છે, જે ત્વચાને સ્વસ્થ અને જુવાન બનાવે છે. પલાળેલી કિસમિસમાં વિટામિન બીની માત્રા વધી જાય છે, જે વાળને મજબૂત અને જાડા બનાવે છે.
આ પણ વાંચોઃ રામલલાને મળી સોનાના અક્ષરોથી લખાયેલી રામાયણની ભેટ