ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ: જાણો આજે ક્યાં છે યલો એલર્ટ

HD ન્યૂઝ, 15 જુલાઈ, 2025: હવામાન વિભાગની આગાહી મુજબ, છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. અરબી સમુદ્રમાં કરંટ આવ્યો છે અને વરસાદી સિસ્ટમ બની છે. જેના કારણે છેલ્લા 24 કલાકથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જે અંતર્ગત છેલ્લા 24 કલાકમાં રાજ્યના 122 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે.

ગઈકાલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ધંધા-રોજગાર માટે જતા લોકોને ભારે અગવડતાનો સામનો કરવો પડ્યો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 122 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. જે અંતર્ગત માત્ર 28 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.

આજે એટલે કે 15 જુલાઈના રોજ સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં છુટા છવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

સોમવારે સવારે 6 વાગ્યાથી મંગળવાર સવારે 6 વાગ્યા સુધી રાજ્યના 122 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ પાણટના સરસ્વતીમાં 2.8, નર્મદાના ડેડીયાપાડામાં 2.6, વલસાડના કપરાડામાં 2.4, સુરતના ઉમરપાડામાં 2.2 અને સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 2.2 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે અન્ય તાલુકામાં બે ઇંચથી ઓછો વરસાદ પડ્યો છે.

આ પણ વાંચો ; કર્ણાટક સરકાર રોહિત વેમુલાના નામ પર કાયદો ઘડશેઃ જાણો શા માટે તૈયાર થયો આ ખરડો?

Back to top button