ટ્રાવેલટ્રેન્ડિંગનેશનલ

રેલવેની ઘાત ટળી! શિવગંગા એક્સપ્રેસે સિગ્નલ તોડ્યું, રેલવે પ્રશાસનમાં ખળભળાટ

  • યુપીના ઈટાવામાં શિવગંગા એક્સપ્રેસ ટ્રેન રેડ સિગ્નલ ઓળંગીને લગભગ એક કિલોમીટર આગળ નિકળી ગઈ
  • ટ્રેને સિગ્નલ તોડતાં રેલવે પ્રશાસનનમાં ખળભળાટ મચ્યો,  OHE નો પાવર સપ્લાય બંધ કરાતાં એક કિલોમીટર આગળ જઈ ટ્રેન રોકાઈ

ઈટાવા, 01 ફેબ્રુઆરી: ઉત્તર પ્રદેશના ઈટાવા શહેરમાં એક મોટી દુર્ધટના ટળી છે. ઈટાવામાં કાનપુરથી દિલ્હી જઈ રહેલી શિવગંગા એક્સપ્રેસ ટ્રેને રેડ સિગ્નલ પાર કરી એક કિલોમીટર સુધી આગળ નિકળી ગઈ હતી. ટ્રેન દ્વારા સિગ્નલ તોડાતાં રેલવે પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો હતો. ત્યાર બાદ રેલવે પ્રશાસને તરત જ OHE (ઓવર હેડ ઇક્વિપમેન્ટ-કેન્ટીલિવર)નો પાવર સપ્લાય બંધ કરી શિવગંગા એક્સપ્રેસને રોકી દઈને મોટી દુર્ધટના થતા અટકાવી હતી.

મળતી માહિતી મુજબ, આ ઘટના ભરથાણા રેલવે સ્ટેશન અને ઈટાવાના સમહો રેલવે સ્ટેશન વચ્ચે બની હતી. અહીં ટ્રેન નંબર 12559 શિવગંગા એક્સપ્રેસે સવારે લગભગ 7 વાગ્યે રેડ સિગ્નલ પાર કર્યું હતું. ટ્રેન સિગ્નલથી લગભગ એક કિલોમીટર આગળ નિકળી ગઈ હતી. રેલવે પ્રશાસન દ્વારા ઈલેક્ટ્રીક લાઈન કાપીને ટ્રેનને રોકી અને મોટી દુર્ધટના ટળી હતી.

ટ્રેને સિગ્નલ નંબર 507 પાર કર્યું

શિવગંગા એક્સપ્રેસ ટ્રેન કાનપુરથી દિલ્હી તરફ જઈ રહી હતી. ટ્રેને ભરથાણા અને સામહોન રેલવે સ્ટેશનો વચ્ચે લાલ લાઈટ સિગ્નલ નંબર 507 પાર કર્યું હતું. જ્યારે આ બાબત પ્રકાશમાં આવી ત્યારે રેલવે અધિકારીઓએ તેની નોંધ લીધી હતી. આ મામલા બાદ રેલવે પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો હતો. ટ્રેન સિગ્નલ તોડી આગળ વધી રહી હતી, જ્યારે રેલવે પ્રશાસને OHE (ઓવર હેડ ઇક્વિપમેન્ટ-કેન્ટીલિવર)નો પાવર સપ્લાય બંધ કરીને ટ્રેનને આગળ જતા રોકી હતી.

ટ્રેન રોકાતા રેલવે પ્રશાસને રાહતનો શ્વાસ લીધો

ટ્રેન રોકાઈ જતાં રેલવે પ્રશાસને રાહતનો શ્વાસ લીધો હતો. જો ટ્રેન ન રોકાઈ હોત તો મોટી દુર્ઘટના થઈ હોત. આ પછી મામલાની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન ટ્રેન લગભગ અડધો કલાક ઊભી રહી હતી, ત્યારબાદ ટ્રેનને રવાના કરવામાં આવી હતી. આ બાબતની માહિતી મળ્યા બાદ ઈટાવા રેલવે સ્ટેશનથી C&W (કેરેજ અને વેગન) ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ કરી હતી. સંપૂર્ણ તપાસ કર્યા બાદ જ ટ્રેન સ્થળ પરથી રવાના થઈ હતી.

એવું તો શું થયું કે ટ્રેન સિગ્નલ પર રોકાઈ નહીં?

રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર કાનપુરથી દિલ્હી સુધી ઓટોમેટિક સિગ્નલ છે. આ સિસ્ટમ ફૂલપ્રૂફ છે, તેથી સિગ્નલમાં કોઈ ઘટાડો થઈ શકે નહીં. બુધવારે સવારે ધુમ્મસ હતું, કદાચ લોકો પાયલોટ સિગ્નલ જોઈ શક્યા ન હતા. આ સિવાય લોકો પાયલોટ ઊંઘમાં કે નશામાં હોવાને કારણે પણ આવું થઈ શકે છે.

આ પણ વાંચો: રેન્જ રોવરની આવી બેઈજ્જતી! એક યુવકે મોંઘી કારમાં લગાવ્યા લારીના ટાયર, જૂઓ વીડિયો

Back to top button