ટ્રાવેલટ્રેન્ડિંગફન કોર્નરલાઈફસ્ટાઈલવીડિયો સ્ટોરી

રેન્જ રોવરની આવી બેઈજ્જતી! એક યુવકે મોંઘી કારમાં લગાવ્યા લારીના ટાયર, જૂઓ વીડિયો

Text To Speech
  • મોંધીદાટ રેન્જ રોવર કારમાં યુવકે લગાવ્યા લારીના ટાયર 
  • વાયરલ વીડિયોમાં રેન્જ રોવરના આ હાલ જોઈ લોકોને લાગી નવાઈ

HD ન્યૂઝ ડેસ્ક, 30 જાન્યુઆરી: લક્ઝરી કાર કે તેની બ્રાન્ડનું અપમાન કરવા મોંધી કારને કચરાની ગાડી બનાવી હોવાની વાર્તાઓ તમે સાંભળી હશે. આમ કરવા પાછળનું કારણ મોંઘી કાર અને તેની કંપનીને નીચે લાવવાનું હોઈ શકે છે. આ મામલાને લગતો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તમે જોઈ શકો છો કે એક રેન્જ રોવર કાર રોડની બાજુમાં ફસાઈને ઊભી છે. દૂરથી તે કાર જેવી દેખાય છે. પરંતુ કારની નજીક કેમેરા જતા તે જોઈ આશ્વર્ય થઈ જવાય એવા હાલ કાર માલિકે કારના કર્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કાર માલિકે કારના ટાયર કાઢીને લારીના ટાયર લગાવી દીધા છે. તમે પણ જૂઓ અહીં વીડિયોમાં.

રેન્જ રોવરના ખરાબ હાલ

 

View this post on Instagram

 

A post shared by Vũ Trụ Xe (@cars_universe.tiktok)

ઈન્સ્ટાગ્રામ પર @cars_universe.tiktok નામના પેજ પર આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ સમાચાર લખ્યા ત્યાં સુધી આ પોસ્ટને 8 લાખથી વધુ લાઈક્સ અને 45 લાખ વ્યૂઝ મળી ચૂક્યા છે.

વીડિયો જોઈ લોકોએ કરી ફની કોમેન્ટ્સ

આ અદ્ભુત પરાક્રમ જોયા બાદ લોકોએ આ વીડિયો પર ઘણી ફની કોમેન્ટ્સ પણ કરી છે. કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું- આ કાર અલીબાબા પાસેથી કોણે મંગાવી છે? બીજાએ લખ્યું – રેન્જ રોવરની ગેમ સમાપ્ત. ત્રીજા યુઝરે લખ્યું કે આ રેન્જ રોવર છે કે લારી. તે જ સમયે, કેટલાક લોકોએ કહ્યું કે આ કાર અનેકની ડ્રીમ કાર છે અને તેનું આ રીતે અપમાન કરવું યોગ્ય નથી. જ્યારે અન્ય ઘણા લોકોએ કહ્યું કે કારને આટલી ખરાબ હાલતમાં કરનાર સામે કંપનીએ માનહાનીનો કેસ કરવો જોઈએ. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: સરદારજીનો જોવા મળ્યો અનોખો અંદાજ, જુઓ વીડિયો

Back to top button