સીઝફાયર પર રાહુલ ગાંધીએ પ્રદર્શનનો પ્લાન બનાવ્યો, ભારત-પાકિસ્તાન મુદ્દાને લઈ રસ્તા પર ઉતરશે

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સીઝફાયર અને ભારત પાકિસ્તાનના મુદ્દા પર અમેરિકાના હસ્તક્ષેપને લઈ સરકાર વિરોધમાં ઉતરવાની તૈયારીમાં છે. રાહુલ ગાંધીએ દિલ્હી પોલીસથી વિજય ચોક પર પ્રદર્શન કરવાની મંજૂરી માગી છે. જો કે દિલ્હી પોલીસે હાલમાં તેમને પ્રદર્શનની મંજૂરી આપી નથી.
પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના લશ્કરી ગતિરોધને સમાપ્ત કરવા માટે મધ્યસ્થી તરીકે ભૂમિકા ભજવવાના અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દાવા પર પ્રતિક્રિયા ન આપવા બદલ કોંગ્રેસે સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા હતા.
भारतीय संस्कृति में सिंदूर से सौदेबाज़ी नहीं की जाती।
सरकार आधिकारिक रूप से अमेरिका को जवाब क्यों नहीं दे रही है? #ऑपरेशनसिंदूर https://t.co/igypUGNHfZ— Pawan Khera 🇮🇳 (@Pawankhera) May 13, 2025
શું ભારતે અમેરિકાની મધ્યસ્થી સ્વીકારી?
ટ્રમ્પના તાજેતરના નિવેદન પર પ્રતિક્રિયા આપતા, કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે વડા પ્રધાને રાષ્ટ્રને સંબોધનની થોડી મિનિટો પહેલા રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલા દાવાઓ પર એક પણ શબ્દ બોલ્યો નહીં. શું ભારતે અમેરિકાની મધ્યસ્થી સ્વીકારી લીધી છે? શું ભારત પાકિસ્તાન સાથે તટસ્થ સ્થળે વાતચીત કરવા સંમત થયું છે? શું ભારત હવે ઓટોમોબાઈલ, કૃષિ અને અન્ય ક્ષેત્રોમાં બજારો ખોલવાની અમેરિકાની માંગ સ્વીકારશે?
વડા પ્રધાન મોદીના રાષ્ટ્રજોગ સંબોધનના થોડા સમય પહેલા, યુએસ પ્રમુખ ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમણે ભારત અને પાકિસ્તાનને યુદ્ધવિરામ માટે સંમત થવા દબાણ કરવા માટે વેપાર બંધની ધમકીનો ઉપયોગ કર્યો હતો.












