
સીમા વિવાદને લઈને ચીન સાથે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ભારતીય વાયુસેનાની તાકાતમાં વધુ વધારો થયો છે. ભારતીય વાયુસેનાના કાફલામાં વધુ એક રાફેલ વિમાન જોડાયું છે. ફ્રાન્સ પાસેથી 36 રાફેલ વિમાનોની ડીલ હેઠળ છેલ્લું એટલે કે 36મું રાફેલ ભારત પહોંચ્યું છે.
The last of the 36 IAF Rafale aircraft landed in India after a quick en-route mid-air refuelling from a UAE Air Force tanker aircraft after taking off from France to reach India: Indian Air Force (IAF) pic.twitter.com/UNBTyl4SCB
— ANI (@ANI) December 15, 2022
ફ્રાન્સથી 36મું રાફેલ ફાઈટર એરક્રાફ્ટ આજે એટલે કે ગુરુવારે (15 ડિસેમ્બર) ભારત પહોંચ્યું છે. ભારતીય વાયુસેનાએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. આ રાફેલને પશ્ચિમ બંગાળના હાસીમારા એરબેઝ પર તૈનાત કરવામાં આવ્યું છે. આ સાથે ફ્રાન્સ સાથેની ડીલ પણ પૂર્ણ થઈ ગઈ છે. પ્રથમ રાફેલ વિમાન ગયા વર્ષે જુલાઈમાં ભારત આવ્યું હતું
આ ડીલ ફ્રાન્સ સાથે સપ્ટેમ્બર 2016માં થઈ હતી
ન્યૂઝ એજન્સી ANI અનુસાર, 36 એરક્રાફ્ટમાંથી છેલ્લા રાફેલને ભારત પહોંચવા માટે ફ્રાન્સથી ટેકઓફ કર્યા બાદ UAE એરક્રાફ્ટમાંથી મિડ-એર ફ્યુઅલ મેળવ્યું અને પછી ભારતમાં લેન્ડ થયું. તમને જણાવી દઈએ કે, મોદી સરકારે સપ્ટેમ્બર 2016માં ફ્રાન્સ સાથે 59,000 કરોડ રૂપિયાના ખર્ચે 36 રાફેલ વિમાન ખરીદવાની ડીલ કરી હતી.












