ટ્રેન્ડિંગમનોરંજન

બ્રાઈડલ શાવર માટે રાજકુમારીની જેમ તૈયાર થઈ રાધિકા મર્ચન્ટ, જુઓ PHOTO

HD ન્યુઝ ડેસ્ક, 15 એપ્રિલ : ગુજરાતના જામનગરમાં આયોજિત અનંત અંબાણીના પ્રી-વેડિંગ ઈવેન્ટ્સની ચારે બાજુ જોરદાર ચર્ચાઓ થઇ હતી. ઘણા દિવસો સુધી તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહ્યા. અતિશય ભવ્ય પ્રી-વેડિંગ ફંક્શન જોયા પછી, લોકો અનુમાન કરવા લાગ્યા કે લગ્ન કેવું હશે. લગ્ન પહેલા હજુ ઘણા ફંક્શન થવાના બાકી છે, જે દર્શકોમાં ઉત્સુકતા વધારશે. આ દરમિયાન અનંત અંબાણીની ભાવિ પત્ની રાધિકા મર્ચન્ટના બ્રાઈડલ શાવરનું આયોજન કરવામાં આવ્યું છે. આ બ્રાઈડલ શાવરની તસવીરો પણ સોશિયલ મીડિયા પર સામે આવી છે અને ખૂબ વાયરલ થઈ રહી છે. આ ફોટોજોયા પછી લોકો સજાવટની સાથે દુલ્હનની સુંદરતાના વખાણ કરતા થાકતા નથી.

Janhvi Kapoor Throws A 'Princess Diaries' Theme Party for Bride-to-Be Radhika Merchant

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

રાધિકાનો ભવ્ય બ્રાઈડલ શાવર

તાજેતરમાં સામે આવેલી તસ્વીરોમાં રાધિકા મર્ચન્ટ રાજકુમારીની જેમ પોશાક પહેરેલી જોવા મળે છે અને તેની આસપાસ તેની જેમ જ તૈયાર થયેલી બ્રાઇડ્સ મેડ જોવા મળે છે. રાધિકા મર્ચન્ટે પોતાનો બ્રાઈડલ શાવર લુક બાર્બી જેવો રાખ્યો હતો. આ ફોટો જોયા પછી, તમે કહેશો કે આ ઝલક તમને ડિઝનીલેન્ડની સફર પર લઈ જાય છે. સમગ્ર શણગાર ગુલાબી શેડના ફૂલોથી કરવામાં આવ્યું છે. બ્રાઈડલ શાવરની થીમ પિંક હતી, જેમાં તમામ બ્રાઈડસ મેડ પિંક નાઈટ સૂટ પહેરેલી જોવા મળી હતી. આ સાથે, બધાએ સમાન ચમકદાર હેર બેન્ડ પહેર્યા હતા. રાધિકા મર્ચન્ટ સફેદ સાટિન ફિનિશ નાઈટ સૂટમાં બહાર ઊભી હતી. તેના તમામ એક્સેસરીઝ પણ સફેદ હતા.

Radhika Merchant Bridal shower

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

રાધિકાની બ્રાઈડલ એન્ટ્રી ખાસ રહી હતી

આ દરમિયાન બધા મસ્તી કરતા જોવા મળે છે. તસ્વીરોમાં શાનદાર નાસ્તો અને ભોજનની સાથે સાથે અનેક રમતોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે, જેને વર-વધૂ સાથે તમામે એન્જોય કરી હતી. આ તસવીરોમાં રાધિકાની બહેન, મિત્રો, અંબાણી પરિવારની મોટી વહુ શ્લોકા મહેતા અને જ્હાનવી કપૂર જોવા મળે છે. રાધિકા મર્ચન્ટની એન્ટ્રી એક તસવીરમાં જોઈ શકાય છે, જેમાં તે એકદમ ગોર્જીયસ લાગી રહીછે. આખી વ્યવસ્થા જોઈને તે ખૂબ જ ખુશ દેખાય છે.

radhika story

રાધિકા-અનંત બાળપણના મિત્રો

તમને જણાવી દઈએ કે, રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી બાળપણના મિત્રો છે. બંનેએ તેમની લાંબા સમયથી ચાલતી મિત્રતાને લગ્નમાં બદલવાનું વિચાર્યું. આ કપલની સગાઈ બે વર્ષ પહેલા જ થઈ હતી અને થોડા સમય પહેલા પ્રી-વેડિંગ ફંક્શન ભવ્ય સ્ટાઈલમાં યોજવામાં આવ્યા હતા.

Anant radhika

આ પણ વાંચો :‘આમ તો મૃતદેહોને બાળવાની જગ્યા નહીં બચે’: જ્યારે ચમકિલાની સમાધિ બનાવવાને લઈ થયો હતો હોબાળો : પ્રથમ પત્નીનો ખુલાસો

Back to top button