ઈઝરાયેલ-હમાસ યુદ્ધવિરામને લઈને કતારની મોટી જાહેરાત, સમયમર્યાદા બે દિવસ વધારી
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાર દિવસીય યુદ્ધવિરામ સમાપ્તિ તરફ આગળ વધી રહ્યો છે. આ દરમિયાન કતારના વિદેશ મંત્રાલયે મોટી જાહેરાત કરી છે કે આ યુદ્ધવિરામને બે દિવસ માટે લંબાવવામાં આવ્યો છે. બંને પક્ષો વચ્ચે ચાર દિવસીય યુદ્ધવિરામના છેલ્લા દિવસે આ જાહેરાત કરવામાં આવી છે.
કતારના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે ગાઝા પટ્ટી પર માનવતાવાદી યુદ્ધવિરામને લંબાવવા માટે સમજૂતી થઈ છે. હવે તેને બે દિવસ માટે લંબાવવામાં આવી રહી છે. “કતાર જાહેરાત કરે છે કે ચાલુ મધ્યસ્થી હેઠળ, ગાઝા પટ્ટીમાં માનવતાવાદી યુદ્ધવિરામને વધુ બે દિવસ સુધી લંબાવવા માટે એક સમજૂતી થઈ છે.”
ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ઈજિપ્તની સાથે કતાર મુખ્ય મધ્યસ્થી રહ્યું છે. બંને પક્ષો વચ્ચે ચાર દિવસીય યુદ્ધવિરામના છેલ્લા દિવસે આ જાહેરાત કરવામાં આવી છે.
યુદ્ધમાં 15,000 થી વધુ પેલેસ્ટિનિયનો મૃત્યુ પામ્યા હતા
યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધીમાં 15,000થી વધુ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે, જેમાંથી લગભગ બે તૃતીયાંશ મહિલાઓ અને બાળકો છે, જ્યારે ઈઝરાયેલમાં લગભગ 1,200 લોકો માર્યા ગયા છે.