ઘરના મુખ્યદ્વાર પર લગાવો વિધ્નહર્તાની તસવીર, દરેક પરેશાની થશે દૂર
- ખુશહાલ જીવન માટે મુખ્યદ્વાર પર વાસ્તુના નિયમો અનુસાર દેવી-દેવતાઓની પ્રતિમા લગાવવી પણ શુભ માનવામાં આવે છે. વિધ્નહર્તાની તસવીર તમારી લાઈફમાં કમાલ કરી શકે છે
વાસ્તુમાં ઘરની સુખ-સમૃદ્ધિ અને ખુશહાલી માટે મુખ્યદ્વાર સાથે જોડાયેલા અનેક ઉપાય જણાવાયા છે. એવી માન્યતા છે કે વાસ્તુની કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવાથી વાસ્તુ દોષમાંથી મુક્તિ મળે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. જે રીતે ઘરની નેગેટિવિટીને દૂર કરવા માટે મેઈન ગેટની સફાઈ અને લીલાછમ છોડને લાભકારી માનવામાં આવ્યા છે. તે રીતે ખુશહાલ જીવન માટે મુખ્યદ્વાર પર વાસ્તુના નિયમો અનુસાર દેવી-દેવતાઓની પ્રતિમા લગાવવી પણ શુભ માનવામાં આવે છે. વિધ્નહર્તાની તસવીર તમારી લાઈફમાં કમાલ કરી શકે છે.
એવી માન્યતા છે કે મેઇન ગેટ પર ગણેશજીની પ્રતિમા લગાવવાથી ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે અને પરિવારના સભ્યોને દરેક કાર્યમાં અપાર સફળતા મળે છે. જાણો ભાગ્યનો સાથ મેળવવા માટે મુખ્યદ્વાર પર ગણેશજીની પ્રતિમા લગાવતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ?
- મુખ્ય દ્વાર પર ગણેશજીની મૂર્તિ કે ફોટો લગાવી શકો છો. તેનાથી પરિવારના સભ્યો પર ગણેશજીની કૃપા રહેશે અને કાર્યોની બાધા દૂર થશે. ઘરમાં સુખ-શાંતિ અને ખુશહાલીનો માહોલ રહેશે.
- મેઈન ગેટની દક્ષિણ કે ઉત્તર દિશામાં ગણેશજીની મૂર્તિ કે ફોટો ન લગાવો
- એવી માન્યતા છે કે મુખ્ય દ્વાર પર ગણેશજીનો ફોટો લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને પારિવારિક જીવનમાં ખુશીનો માહોલ આવે છે.
- વાસ્તુ દોષથી મુક્તિ મેળવવા માટે મેઈનગેટ પર ગણેશજીની મૂર્તિ કે તસવીર લગાવી શકો છો. એવી માન્યતા છે કે આમ કરવાથી જીવનના તમામ દુખ અને કષ્ટમાંથી છુટકારો મળે છે.
- ગણેશજીની પ્રતિમા લગાવતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે ગણેશજીનું મુખ અંદરની તરફ હોય, તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
- મુખ્યદ્વાર પર સિંદૂરના રંગની ગણેશજીની મૂર્તિ કે તસવીરને સ્થાપિત કરવાનું મંગલકારી માનવામાં આવે છે.
આ પણ વાંચોઃ એવી ચાર રાશિઓ, જેને સફળતા મેળવવા માટે કરવી પડે છે સખત મહેનત