ટ્રેન્ડિંગનેશનલસાયન્સ એન્ડ ટેકનોલોજી

Public WiFi : ફ્રિમાં ઈન્ટરનેટનો મહાપ્લાન ! એક જ પાસવર્ડમાં દેશભરમાં ચાલશે Wi-Fi

Public WiFi : સરકાર દેશભરમાં એક નવી અને અદ્યતન જાહેર વાઇ-ફાઇ સિસ્ટમ લાગુ કરવાનું વિચારી રહી છે. પીએમ-વાણી યોજનાથી મળેલા અનુભવના આધારે ટ્રાઇ એક એવું નેટવર્ક બનાવવાની તૈયારી કરી રહ્યું છે જે ફક્ત સુરક્ષિત જ નહીં પણ ઉપયોગમાં સરળ પણ હોય. નોંધનીય છે કે, ટ્રાઇ દેશભરમાં 4,00,000 હોટસ્પોટ સ્થાપિત કરવાનો પ્રસ્તાવ છે, જેનાથી કનેક્ટ થવા માટે વારંવાર લોગિન અથવા OTP ની જરૂરિયાત નહીં પડે. આ પ્રસ્તાવથી માત્ર ઇન્ટરનેટની જનતાની ઍક્સેસ વધશે નહીં પરંતુ મોંઘા મોબાઇલ ડેટા પરની નિર્ભરતા પણ ઓછી થશે. આ સરકારી પગલું ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે નોંધપાત્ર પ્રોત્સાહિત સાબિત થઈ શકે છે.

એક પાસવર્ડ અને સિંગલ લોગિન સુવિધા

ટ્રાઇના પ્રસ્તાવની મુખ્ય વિશેષતા એ છે કે, દેશભરમાં ઉપલબ્ધ વાઇફાઇ હોટસ્પોટ એક જ પાસવર્ડ અને સિંગલ લોગિન સિસ્ટમ પર કાર્ય કરશે. જેનો અર્થ એ છે કે, વપરાશકર્તાઓ એકવાર લોગિન કરીને દેશભરના 4,00,000 હોટસ્પોટમાંથી કોઈપણ પર ઇન્ટરનેટ ઍક્સેસ કરી શકશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

એક રેવન્યુ મોડેલ પણ વિકસાવાશે

ટ્રાઇનો પ્રસ્તાવ ફક્ત મફત ઇન્ટરનેટ ઍક્સેસ પર જ નહીં પરંતુ બિઝનેસ મોડેલ પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. અહેવાલો અનુસાર, જૂની સિસ્ટમની નિષ્ફળતાનું એક મુખ્ય કારણ ઓપરેટરો માટે આવકના સ્ત્રોતોનો અભાવ હતો.

નવા માળખામાં આ ખામીને દૂર કરવાની અપેક્ષા છે, જેમાં જાહેરાત-આધારિત મોડેલ્સ, પેઇડ પ્લાન્સ અને સબસિડી જેવા વિકલ્પો આપવામાં આવશે. આનાથી નાના ઓપરેટરો આવક ઉત્પન્ન કરી શકશે અને નેટવર્ક જાળવી શકશે. શહેરોમાં હાઇ-સ્પીડ ઇન્ટરનેટ અને ગામડાઓ માટે ઓછી કિંમતનું કોમ્યુનિટી વાઇ-ફાઇ મોડેલ લાગુ કરવામાં આવશે, જે બધા માટે ડિજિટલ સેવાઓની ઍક્સેસ સુનિશ્ચિત કરશે.

કેવી રીતે થશે ફાયદો ?

નોંધનીય છે કે, ભારતની 1.4 અબજ વસ્તીમાંથી માત્ર 2% લોકો જાહેર વાઇ-ફાઇનો ઉપયોગ કરે છે. અહેવાલો દર્શાવે છે કે દક્ષિણ કોરિયામાં આ આંકડો 80% અને યુનાઇટેડ સ્ટેટ્સમાં 70% છે. નિષ્ણાતો કહે છે કે જાહેર વાઇ-ફાઇ મોબાઇલ નેટવર્ક પરનો બોજ ઘટાડે છે.

 

બીએસએનએલના ભૂતપૂર્વ ચેરમેન અરુણ શ્રીવાસ્તવના મતે, આ ટેકનોલોજી વિડિઓ, ક્લાઉડ અને એઆઈ જેવી સેવાઓ માટે વધુ સારો વિકલ્પ છે. જો આ વિકાસ આખરે આકાર લે છે, તો તે એવા લોકો માટે વરદાન સાબિત થશે જેઓ મોંઘા ડેટા પ્લાન પરવડી શકતા નથી. આ ઉપરાંત, દેશભરમાં સ્થાપિત હોટસ્પોટ્સ દ્વારા લોકોને ઈ-ગવર્નન્સ સેવાઓની સરળ ઍક્સેસ મળશે.

આ પણ વાંચો : Bihar: સમ્રાટ ચૌધરીની સરકારમાં 32 મંત્રીઓએ લીધા શપથ, જાતિ સમીકરણ અને મહિલા પ્રતિનિધિત્વ પર ભાર

Back to top button