પ્રિયંકા ચોપરા નેપોટિઝમ પર ફરી બોલી, ‘બોલિવુડ પર કોઈ કેમ્પ રાજ ન કરી શકે’
પ્રિયંકા ચોપરાએ બોલીવુડમાં ચાલતા નેપોટિઝમ પર નિવેદન આપ્યું છે. એક ઈન્ટરવ્યુમાં પ્રિયંકાએ કહ્યું કે બોલિવુડમાં લોકોને પોલિટિક્સના આધારે નહીં પણ મેરિટના આધારે કામ મળવું જોઈએ. બોલિવૂડ અને ફિલ્મો પર કોઈ કેમ્પ રાજ કરી શકે નહીં.
પ્રિયંકાએ કહ્યું કે છેલ્લા 5-10 વર્ષમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા બદલાવ આવ્યા છે. ઉદ્યોગમાં બહારથી ઘણા પ્રતિભાશાળી લોકો આવી રહ્યા છે. જોકે આ તે સમય નહોતો જ્યારે તેણે પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. પ્રિયંકાએ કહ્યું કે કાર્યસ્થળ અને તક વિશે વાતચીત થવી જોઈએ. ફિલ્મોમાં કાસ્ટિંગ મેરિટના આધારે હોવું જોઈએ રાજકારણના આધારે નહીં. બોલિવૂડ કે કાસ્ટિંગ પર કોઈ કેમ્પ રાજ કરી શકતી નથી.
Priyanka Chopra Jonas y’all …speechless #Citadel #PriyankaChopraJonas pic.twitter.com/B5tuJCNH3p
— Vane (@OrinaVanessa) April 18, 2023
પ્રિયંકાએ એમ પણ કહ્યું કે ફિલ્મોમાં કાસ્ટિંગ પણ તમારી ઓડિયન્સ શું જોવા માંગે છે તેના આધારે હોવું જોઈએ. તેણે કહ્યું કે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની બહારના નવા ચહેરાઓને જોવા માંગે છે. ફિલ્મ ઉદ્યોગમાં કેટલાક ફેરફારો માટે, પ્રિયંકા તેની પેઢીના કલાકારોને શ્રેય આપે છે, જેમણે તેની સામે અવાજ ઉઠાવ્યો હતો.
View this post on Instagram
પ્રિયંકા ચોપરા આ દિવસોમાં તેની ઈન્ટરનેશનલ સીરિઝ ‘સિટાડેલ’ને લઈને ચર્ચામાં છે. રુસો બ્રધર્સે આ સિરીઝ બનાવવા માટે લગભગ 5 વર્ષ પહેલા પ્રિયંકાનો સંપર્ક કર્યો હતો. કોવિડ દરમિયાન સીરિઝનું શૂટિંગ પણ થયું હતું.
View this post on Instagram
સિટાડેલનું પ્રીમિયર 28 એપ્રિલે થશે. સિટાડેલ 6 એપિસોડમાં તૈયાર કરવામાં આવી છે. પ્રથમ 2 એપિસોડ 28 એપ્રિલે સ્ટ્રીમ કરવામાં આવશે, ત્યારબાદ 26 મેથી દર અઠવાડિયે 4 એપિસોડ સ્ટ્રીમ થશે.