મનોરંજન

પ્રિયંકા ચોપરાએ લોસ એન્જલસમાં દીકરીની પ્રથમ દિવાળી ઉજવી

Text To Speech

બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા ભલે અમેરિકા રહેતી હોય, પરંતુ તે ભારતીય તહેવારો ધામધૂમથી સેલિબ્રેટ કરતી હોય છે. પ્રિયંકાએ પતિ નિક, દીકરી માલતી મેરી તથા માતા મધુ ચોપરા સાથે દિવાળી ઉજવી હતી. દિવાળીના તહેવારમાં પ્રિયંકા ચોપરાએ તેના લોસ એન્જલસના ઘરમાં પૂજા પણ કરી હતી. આટલું જ નહીં પ્રિયંકાએ ગુજરાતી વાનગીઓ જમવામાં રાખી હતી. આ સાથે જ પ્રિયંકાએ પોતાના ઘરને ફૂલો તથા લાઇટથી ડેકોરેટ પણ કર્યું હતું.

પ્રિયંકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટાઓ શૅર કર્યા
પ્રિયંકાએ દિવાળી સેલિબ્રેશનના ફોટાઓ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શૅર કર્યા હતા. ફોટાઓ શૅર કરીને પ્રિયંકાએ કહ્યું હતું, ‘તમામને પ્રેમ, શાંતિ તથા સમૃદ્ધિ મળે. કૃતજ્ઞતાથી તમામને દિવાળીની શુભેચ્છા. મને ખ્યાલ છે કે હું થોડી મોડી છું, પરંતુ હું તે ક્ષણમાં થોડું વધુ રહેવા માગતી હતી. અમારા તરફથી તમને પ્રેમ ને પ્રકાશ.’ નિક જોનસે પણ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટાઓ શૅર કરીને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી.

 

દીકરીનો ચહેરો છુપાવ્યો
પ્રિયંકાએ દીકરીને ખોળામાં રાખીને પૂજા કરી હતી. જોકે, પ્રિયંકાએ દીકરીનો ચહેરો છુપાવ્યો હતો. પ્રિયંકાએ વ્હાઇટ શરારા પહેર્યો હતો અને દીકરીએ પણ એ જ રીતના આઉટફિટ પહેર્યા હતા. નિક વ્હાઇટ રંગના કુર્તા પાયજામામાં હતો. પ્રિયંકાની દીકરીની આ પહેલી દિવાળી છે. પ્રિયંકાએ જમવામાં ગુજરાતી વાનગીઓ પાત્રા, ખમણ તથા પકોડા પણ રાખ્યાં હતાં. તે જોતા લાગી રહ્યું છે કે પ્રિયંકા અને તેના પરિવારને ગુજરાતી વાનગીઓ પસંદ હશે.

પ્રિયંકા ચોપરા છેલ્લે ‘મેટ્રિક્સ 4’માં જોવા મળી હતી. હવે તે ‘ઇટ્સ ઓલ કમિંગ બેક ટુ મી’માં જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે. આ ઉપરાંત તે ‘સીટાડેલ’માં પણ કામ કરી રહી છે. બોલિવૂડની વાત કરીએ તો પ્રિયંકા ‘જી લે જરા’માં આલિયા ભટ્ટ તથા કેટરીના કૈફ સાથે કામ કરશે.

આ પણ વાંચો: દિવાળીથી શરુ થઇ રહ્યો છે ફિલ્મોનો તહેવાર, આ ફિલ્મો થઇ રહી છે રિલીઝ

 

Back to top button