મનોરંજન

જેલમાં બંધ સુકેશે જન્મદિવસ પર જેકલીનને લખ્યો પ્રેમપત્ર, દિલ ખોલીને વરસાવ્યો પ્રેમ

Text To Speech

ઘણી અભિનેત્રીઓ ઠગ સુકેશ ચંદ્રશેખર સાથેના કનેક્શનને લઈને અવારનવાર સમાચારોમાં રહે છે. જેકલીન ફર્નાન્ડિસનું નામ પણ તેમાંથી એક છે. સુકેશના સંબંધમાં EDએ જેકલીનને પણ ઘણી વખત પૂછપરછ કરી છે. સુકેશ ચંદ્રશેખરે જેકલીનને લખેલા પત્રને કારણે બંને ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. તિહાર જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરનો આજે જન્મદિવસ છે. બીજી તરફ આ ખાસ દિવસે તેણે જેકલીનને યાદ કરી છે અને જેલમાંથી તેણે એક્ટ્રેસ માટે પ્રેમપત્ર લખ્યો છે. આ પત્રમાં સુકેશે લખ્યું, “મેરી બોમ્મા. મારા જન્મદિવસ પર હું તને મિસ કરું છુ. હું મારા તરફથી તારી ઉર્જાને મિસ કરી રહ્યો છું.:”

સુકેશે આ વાત પણ કરી

સુકેશે લખ્યું, “મારી પાસે શબ્દો નથી પરંતુ હું જાણું છું કે મારા માટેનો તારો પ્રેમ ક્યારેય ખતમ નહીં થાય. હું જાણું છું કે તારા સુંદર દિલમાં શું છે, મને કોઈ પુરાવાની જરૂર નથી અને મારા માટે આટલું જ મહત્વનું છે, બેબી.”

આ પણ વાંચો : મહાઠગ સુકેશ ચંદ્રશેખરનો દાવો, કહ્યું- બધાનો પર્દાફાશ કરીશ, દારૂ કૌભાંડમાં અરવિંદ કેજરીવાલ વઝીર !

જેકલીનના પ્રેમને તેના માટે શ્રેષ્ઠ ભેટ ગણાવતા સુકેશે કહ્યું, “હું તને પ્રેમ કરું છું. મને તારુ દિલ. આપવા બદલ આભાર.” આ સિવાય સુકેશે તે તમામ લોકોનો આભાર માન્યો જેમણે તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.

આ પણ વાંચો : સુકેશ ચંદ્રશેખરનો વધુ એક ચિઠ્ઠી બોમ્બ, કેજરીવાલ, સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન પર ગંભીર આરોપ

હોળી પર લખ્યો હતો પત્ર

જોકે આ પહેલીવાર નથી જ્યારે સુકેશે જેકલીનને પત્ર લખ્યો હોય. અગાઉ હોળી પર પણ તેણે પોતાના દિલની વાત કરી હતી. હોળીની શુભકામના પાઠવતા તેણે કહ્યું હતું કે, “હું વચન આપું છું કે હું તમારા માટે જીવનના એ બધા ખોવાયેલા રંગો પાછા લાવીશ.” તમને જણાવી દઈએ કે, સુકેશ પર 200 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે. આ કેસમાં તે તિહાર જેલમાં બંધ છે. કથિત રીતે તેણે જેકલીનને ઘણી મોંઘી ગિફ્ટ્સ પણ આપી છે.

Back to top button