કોંગ્રેસના રાજકુમાર અમેઠી છોડીને ભાગ્યા એમ વાયનાડ પણ છોડશેઃ પીએમ મોદી
નાંદેડ (મહારાષ્ટ્ર), 20 એપ્રિલ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે. પીએમ મોદીએ કહ્યું છે કે, ‘જે રીતે કોંગ્રેસના રાજકુમારને અમેઠીમાંથી ભાગવું પડ્યું હતું તે જ રીતે હવે તે વાયનાડ છોડીને ભાગી જશે.’ લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધી કેરળની વાયનાડ સીટથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ અગાઉ કોંગ્રેસની પરંપરાગત બેઠક અમેઠીથી ચૂંટણી લડ્યા હતા અને 2019માં આ બેઠક પરથી હારી ગયા હતા. આ બેઠક પરથી સ્મૃતિ ઈરાની જીત્યા હતા અને આ વખતે ભાજપે ફરી એકવાર સ્મૃતિ ઈરાનીને ટિકિટ આપી છે. જો કે કોંગ્રેસે હજુ સુધી અમેઠીમાં પોતાના ઉમેદવારની જાહેરાત કરી નથી.
#WATCH महाराष्ट्र: नांदेड़ में एक जनसभा को संबोधित करते हुए प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, “कल देश में पहले चरण का मतदान संपन्न हुआ है। मैं वोटिंग करने वाले सभी लोगों को, विशेषकर हमारे पहली बार के मतदाताओं को बहुत बहुत बधाई देता हूं और उनका आभार भी व्यक्त करता हूं।” pic.twitter.com/DNXeFlzaOq
— ANI_HindiNews (@AHindinews) April 20, 2024
મહારાષ્ટ્રના નાંદેડમાં એક ચૂંટણી રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે ગઈકાલે દેશમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે અને હું મતદાન કરનાર તમામ લોકોને, ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરનારાઓને અભિનંદન આપું છું. તેમણે કહ્યું કે મતદાન બાદ બૂથ લેવલ સુધી વિવિધ લોકો દ્વારા કરવામાં આવેલું વિશ્લેષણ અને જે માહિતી મળી રહી છે. આ એ માન્યતાને સમર્થન આપે છે કે પ્રથમ તબક્કામાં એનડીએની તરફેણમાં એકતરફી મતદાન થયું હતું.
કોંગ્રેસના લોકોએ ચૂંટણી પરિણામ પહેલા જ હાર સ્વીકારી લીધી: પીએમ મોદી
વિપક્ષી ઈન્ડી ગઠબંધન પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે મતદારો એ પણ જોઈ રહ્યા છે કે કેવી રીતે ઈન્ડી ગઠબંધનના લોકો પોતાના ભ્રષ્ટાચારને બચાવવા માટે પોતાના સ્વાર્થ માટે એકઠા થયા છે. તેથી સમાચાર એ છે કે પ્રથમ તબક્કામાં મતદારોએ આ ગઠબંધનને સંપૂર્ણપણે નકારી કાઢ્યું છે. પીએમએ વધુમાં કહ્યું કે આ લોકો ભલે ગમે તેટલો દાવો કરે પરંતુ સત્ય એ છે કે કોંગ્રેસના નેતાઓએ ચૂંટણીની જાહેરાત પહેલા જ હાર સ્વીકારી લીધી છે.
કેટલાક નેતાઓ તો લોકસભા છોડીને રાજ્યસભાના માર્ગે ચાલ્યા ગયા: પીએમ મોદી
પીએમ મોદીએ સોનિયા ગાંધી પર પણ કટાક્ષ કર્યો અને કહ્યું કે કેટલાક નેતાઓ લોકસભામાં સતત જીતતા હતા, તેઓ આ વખતે રાજ્યસભાના માર્ગે પ્રવેશીને બેઠા છે. તમને જણાવી દઈએ કે સોનિયા ગાંધી આ વખતે રાયબરેલીથી ચૂંટણી લડી રહ્યા નથી. તેઓ રાજસ્થાનથી રાજ્યસભામાં પહોંચ્યા છે.
કોંગ્રેસના કારણે ખેડૂતો ગરીબ બની રહ્યા છે: પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસે દાયકાઓથી મહારાષ્ટ્ર અને ખાસ કરીને વિદર્ભ અને મરાઠવાડાના વિકાસને રૂંધવાનું કામ કર્યું છે અને કોંગ્રેસના આ વલણને કારણે અહીંના ખેડૂતો ગરીબ બની રહ્યા છે. ઉદ્યોગોને લગતી શક્યતાઓ અદૃશ્ય થવા લાગી અને લાખો યુવાનોએ સ્થળાંતર કરવું પડ્યું છે.
लोकसभा चुनाव के फर्स्ट फेज में देशभर में भाजपा-एनडीए के पक्ष में एकतरफा मतदान हुआ है। 4 जून को एनडीए ऐतिहासिक विजय दर्ज करने जा रहा है। महाराष्ट्र के नांदेड़ में आशीर्वाद देने आए परिवारजनों का वंदन-अभिनंदन।https://t.co/LWmu88RzEK
— Narendra Modi (@narendramodi) April 20, 2024
આ પણ વાંચો: રાજસ્થાનની તમામ 25 સીટો જીતીને હેટ્રીક કરીશું: અમિત શાહ