ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

વડાપ્રધાન મોદીએ ચક્રવાત મિચોંગમાં મૃત્યુ પામેલા લોકો માટે દુ:ખ વ્યક્ત કર્યું

Text To Speech
  • ચક્રવાત મિચોંગની તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં સૌથી વધુ અસર
  • વડાપ્રધાને ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું
  • આજે ચક્રવાત નબળું પડ્યું હતું

નવી દિલ્હી, 06 ડિસેમ્બર: ચક્રવાત મિચોંગે તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં તારાજી સર્જી છે. ગઈકાલે તેણે લેન્ડફોલ કરતા જ ચેન્નઈમાં ભારે વરસાદ થયો હતો. ચેન્નઈ શહેર પાણીમાં ડૂબી ગયું હતું. જેના કારણે 17 લોકોના મૃત્યુ થયા છે. આંધ્રપ્રદેશના સીએમ ઓફિસ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, મિચોંગને કારણે 194 ગામડાઓ અને બે શહેરોના લગભગ 40 લાખ લોકો પ્રભાવિત થયા છે. 25 ગામોમાં પૂર આવ્યું હતું.

વડાપ્રધાને વાવાઝોડામાં મૃત્યુ પામેલા લોકો માટે દુ:ખ વ્યક્ત કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર લખ્યું છે કે, મારી સંવેદનાઓ એવા લોકોના પરિવારો સાથે છે જેમણે ચક્રવાત મિચોંગને કારણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે, ખાસ કરીને તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને પુડુચેરીના લોકો સાથે. મારી પ્રાર્થના વાવાઝોડાની ઘટનામાં ઘાયલ થયેલા અને અસરગ્રસ્ત લોકો સાથે છે. અધિકારીઓ અસરગ્રસ્ત લોકોને મદદ કરવા માટે જમીન પર અથાક કામ કરી રહ્યા છે અને જ્યાં સુધી પરિસ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય ન થાય ત્યાં સુધી તેમનું કાર્ય ચાલુ રાખશે.

વાવાઝોડાને કારણે સર્જાયેલી પરિસ્થિતિને પગલે આજે ચેન્નઈમાં શાળા-કોલેજો બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. તેમજ શહેરમાં 80% વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. ગઈકાલે આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ અને ચેન્નઈમાં પૂર આવ્યા બાદ ચક્રવાત મિંચોંગ નબળું પડ્યું હતું. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાંથી ઉદભવેલું ગંભીર ચક્રવાતી વાવાઝોડું નબળું પડીને ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે.

આ પણ વાંચો, ટીમ ઈન્ડિયાના એક સાથે 5 ખેલાડીઓનો આજે જન્મદિવસ

Back to top button