ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ રાજ્યમાં ભાજપની જીત બદલ નાગરિકોનો આભાર માન્યો

Text To Speech
  • ચારમાંથી ત્રણ રાજ્યમાં ભાજપની જીત નિશ્ચિત થતાં PMએ આપી પ્રતિક્રિયા
  • ભારતના લોકોને સુશાસન-વિકાસની રાજનીતિ અને ભાજપ પર વિશ્વાસ : વડાપ્રધાન

નવી દિલ્હી, 3 ડિસેમ્બર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચાર રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો પર પ્રતિક્રિયા આપી છે. ચારમાંથી ત્રણ રાજ્યોમાં ભાજપની જીત નિશ્ચિત થતાં પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, “મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના ચૂંટણી પરિણામો દર્શાવે છે કે ભારતના લોકોને માત્ર સુશાસન અને વિકાસની રાજનીતિમાં વિશ્વાસ છે, તેમનો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી પર છે.”

PM મોદીએ ચારમાંથી ત્રણ રાજ્યોમાં ભાજપની જીત પર શું કહ્યું ?

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચારમાંથી ત્રણ રાજ્યોમાં ભાજપની જીત પર ટ્વિટર પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, “ લોકોને સલામ! મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના ચૂંટણી પરિણામો દર્શાવે છે કે ભારતના લોકોને માત્ર સુશાસન અને વિકાસની રાજનીતિમાં વિશ્વાસ છે. તેમનો વિશ્વાસ ભાજપ પર છે. હું આ તમામ રાજ્યોના પરિવારના સભ્યો તેમાં પણ ખાસ કરીને માતાઓ, બહેનો, પુત્રીઓ અને અમારા યુવા મતદારોનો, ભાજપ પર તેમના પ્રેમ, વિશ્વાસ અને આશીર્વાદનો વરસાદ કરવા માટે હૃદયપૂર્વક આભાર માનું છું. હું તમને ખાતરી આપું છું કે અમે તમારા કલ્યાણ માટે અથાક કામ કરવાનું ચાલુ રાખીશું. આ પ્રસંગે, પાર્ટીના તમામ મહેનતુ કાર્યકરોનો વિશેષ આભાર! તમે બધાએ એક અદ્ભુત દાખલો બેસાડ્યો છે. તમે જે રીતે ભાજપની વિકાસ અને ગરીબ કલ્યાણની નીતિઓને લોકો સુધી પહોંચાડી છે તેના વખાણ કરી શકાય તેમ નથી. અમે વિકસિત ભારતના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યા છીએ. આપણે ન તો અટકવાનું છે કે ન થાકવાનું છે. આપણે ભારતને વિજયી બનાવવું છે. આજે આપણે સાથે મળીને આ દિશામાં મજબૂત પગલું ભર્યું છે.

 

ભાજપ ત્રણેય રાજ્યોમાં પૂર્ણ બહુમતી સાથે બનાવશે સરકાર

ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટીએ મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં એકતરફી જીત નિશ્ચિત કરી છે. મધ્ય પ્રદેશમાં પાર્ટી 160થી વધુ સીટો પર આગળ છે, જ્યારે છત્તીસગઢમાં ભાજપ 57 સીટો પર આગળ છે. રાજસ્થાનમાં પણ ભાજપ 117 સીટો પર આગળ છે. ભાજપ ત્રણેય રાજ્યોમાં પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહી છે.

આ પણ જાણો :મધ્ય પ્રદેશ : મામાનો જાદુ ચાલી ગયો, કોંગ્રેસના દાવા ટાંય ટાંય ફિસ

Back to top button