ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

યોગી આદિત્યનાથને CM પદેથી હટાવવાની થઈ રહી હતી તૈયારી: શ્યામલાલ યાદવના પુસ્તકમાં ખુલાસો 

  • 2022ની ચૂંટણી પહેલા ભાજપ અને RSSના નેતાઓ વચ્ચે ઘણી બેઠકો થઈ હતી: શ્યામલાલ યાદવના પુસ્તકમાં દાવો 

લખનઉ, 19 જૂન: લોકસભા ચૂંટણી દરમિયાન થોડા દિવસો માટે જેલમાંથી બહાર આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના ચૂંટણી પ્રચારમાં CM યોગી વિશે નિવેદન આપ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે, આગામી ચૂંટણીમાં યોગી આદિત્યનાથને સાઈડલાઈન કરવામાં આવશે. જો કે, ભાજપે તેનો જોરદાર જવાબ આપ્યો હતો. આ દરમિયાન ફરી એકવાર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ચર્ચામાં છે. હકીકતમાં, વરિષ્ઠ પત્રકાર શ્યામલાલ યાદવે એક પુસ્તક ‘At The Heart Of Power: The Chief Ministers Of Uttar Pradesh’માં ઘણા દાવા કર્યા છે, જેમાંથી એક એ છે કે 2022ની વિધાનસભા ચૂંટણીમાં યોગી આદિત્યનાથને હટાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી હતી.

 

પુસ્તકમાં શું-શું ઉલ્લેખ કરવામાં આવ્યો?

વરિષ્ઠ પત્રકાર શ્યામલાલ યાદવે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, ‘ઉત્તર પ્રદેશમાં 2022ની વિધાનસભા ચૂંટણીમાં માત્ર 9 મહિના બાકી હતા. આવી સ્થિતિમાં ભાજપ અને RSSના નેતાઓ વચ્ચે લખનઉથી દિલ્હી સુધી ઘણી બેઠકો થઈ. એક સમયે યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી પદ પરથી હટાવવાનું પણ નક્કી હતું. યોગી આદિત્યનાથના નેતૃત્વમાં કોઈ ફેરફાર થાય તે પહેલા ભાજપ હાઈકમાન્ડને સમજાઈ ગયું હતું કે જો યોગી આદિત્યનાથને વર્તમાન સરકારમાં CM પદ પરથી હટાવવામાં આવશે તો પાર્ટીને નુકસાન થઈ શકે છે.

શ્યામલાલ યાદવે પોતાના પુસ્તકમાં યોગીને સીએમ પદેથી હટાવવાના પ્રયાસ પાછળનું કારણ જણાવ્યું નથી. પરંતુ CM યોગી પર લખવામાં આવેલા 16 પેજમાં યોગી સરકારની વિરૂદ્ધ થઈ રહેલી કેટલીક બાબતોનો ચોક્કસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે કેશવ પ્રસાદ મૌર્ય સાથે CM યોગીની ખેંચતાણ પણ વધી ગઈ હતી. જોકે, સંઘના નેતાઓની દરમિયાનગીરી બાદ 22 જૂન, 2021ના રોજ યોગી આદિત્યનાથ અચાનક કેશવ પ્રસાદ મૌર્યને મળવા ગયા હતા. આ બેઠકને એ દૃષ્ટિકોણથી જોવામાં આવી હતી કે, બંને નેતાઓ વચ્ચેનું અંતર ઘટાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. હકીકતમાં વર્ષ 2016માં કેશવ પ્રસાદ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બન્યા હતા અને 2017માં ભાજપે બમ્પર જીત મેળવી હતી. આ મોટી જીત સાથે કેશવ પ્રસાદ મૌર્ય CM પદની રેસમાં સૌથી આગળ હતા. પરંતુ યોગી આદિત્યનાથને CM બનાવવામાં આવ્યા, જેના કારણે બંને નેતાઓ વચ્ચે મતભેદો શરૂ થયા.

આ પણ જુઓ: અયોધ્યા રામ મંદિર પરિસરમાં તૈનાત સૈનિકના માથામાં વાગી ગોળી, થયું મૃત્યુ; મચી અફરાતફરી

Back to top button