પોલીસ એલાઉન્સ મામલે નારાજ પોલીસકર્મીઓને સમજાવવા માટે તૈયારી શરૂ
હાલમાં ગુજરાત પોલીસના ગ્રેડ-પે મુદ્દાના કારણે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે એક તરફ પોલીસને સમજાવવા માટે સરકાર પ્રયત્ન કરી રહી છે. તો બીજી તરફ વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી લક્ષી મુદ્દો બનાવી પોલીસ જવાનોને પોતાની તરફ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. આ વચ્ચે રાજ્યના એડિશનલ ડિજી લો એન્ડ ઓર્ડર નરસીમ્હા કોમારે તમામ કમિશનર, રેંજ આઈજી, એસપી તથા કમાંડંટને આદેશ કર્યો છે.
જેમાં પબ્લિક સિક્યેરીટી અલાઉન્સમાં એફીડેવીટ કરવાના મામલે હવે નારાજ પોલીસકર્મીઓને સમજાવવા આદેશ અપાયો છે. ડિસીપી, એસપી, એસડીપીઓ તથા એસએચઓને પોલીસકર્મીઓને સમજાવવા આદેશ કર્યો છે. એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ તથા એલઆરડી માટે ભથ્થું જાહેર કરાયું છે.
આ પણ વાંચો : જામનગર જિલ્લાના 20 સબ ઇન્સ્પેકટરોની આંતરિક બદલી કરતાં પોલીસવડા
આ તરફદિલ્લી સીએમ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સયોજક અરવિંદ કેજરીવાલ હાલમાં બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે અરવિંદ કેજરીવાલે દ્વારકામાં સભા યોજી અને બાદમાં દ્વારકાધિશના દર્શન કર્યા હતા. ત્યાર બાદ તેઓ રાજકોટ આવી પહોંચ્યા હતા. રાજરોટમાં મીડિયા સાથે વાત કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ગુજરાત સરકારે પોલીસ કર્મચારીઓ સાથે છેતરપિંડી કરી છે.