ગુજરાતના મંદિરોમાં તડામાર તૈયારીઓ શરૂ, આ વર્ષે શિવયોગ અને પ્રદોષમાં મહાશિવરાત્રિ ઊજવાશે
- શુક્રવારે રાત્રિએ 12.46 વાગ્યા સુધી શિવયોગ અને પછી સિદ્ધિયોગ
- શિવાલયમાં મહાશિવરાત્રીએ ચારેય પ્રહરની પૂજા થશે
- ધાર્મિક અને આધ્યાત્મિક ઉમળકા સાથે પર્વની ઉજવણી થશે
ગુજરાતના મંદિરોમાં તડામાર તૈયારીઓ શરૂ થઇ છે. આ વર્ષે શિવયોગ અને પ્રદોષમાં મહાશિવરાત્રિ ઊજવાશે. 8 માર્ચે ધાર્મિક-આધ્યાત્મિક ઉમળકા સાથે મહાશિવરાત્રિની ઉજવણી થશે. જેમાં શિવાલયોમાં ચાર પ્રહરની પૂજા-અર્ચના થશે. સામાન્યપણે શિવાલયોમાં પ્રદોષ નિમિત્તે ભગવાન શિવની પૂજા થાય છે.
આ પણ વાંચો: અમદાવાદમાં 200 વર્ષ જુના પ્લાન્ટ બોન્સાઇ વૃક્ષ પ્રદર્શનમાં જોવા મળશે
ધાર્મિક અને આધ્યાત્મિક ઉમળકા સાથે પર્વની ઉજવણી થશે
ભગવાન શિવની આરાધનાના ઉત્તમ અવસર એવા મહાશિવરાત્રી પર્વને દીપાવવા શિવાલયોમાં તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ચાલુ વર્ષે શિવયોગ અને પ્રદોષમાં મહાશિવરાત્રીની ઉજવણી થવાની હોવાથી શિવભક્તોનો ઉત્સાહ બેવડાયો છે. 8 માર્ચના શુક્રવારે ધાર્મિક અને આધ્યાત્મિક ઉમળકા સાથે પર્વની ઉજવણી થશે. સુરત સહિત દક્ષિણ ગુજરાતના શિવાલયોમાં આ દરમિયાન કમળ બનાવવાનો આરંભ થઇ ગયો છે. ચારેય પ્રહરની પૂજા-અર્ચના માટે વિવિધ પ્રકારની તૈયારીઓ પણ આ સાથે શરૂ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો: જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ઈવેન્ટમાં મહેમાનોને આપી યાદગાર રિટર્ન ગિફ્ટ
મહાશિવરાત્રીએ ચારેય પ્રહરની પૂજા થશે
ભોલેનાથ, શંકર, મહાદેવ સહિતના નામો સાથે ભક્તોના દિલમાં વસેલા ભગવાન શિવની આરાધના માટે મહાશિવરાત્રી પર્વને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. ચાલુ વર્ષે 8 માર્ચના શુક્રવારે મહાશિવરાત્રી ઉજવાશે. શુક્રવારે મહા વદ તેરસ નિમિત્તે મહાશિવરાત્રી રહેશે. શુક્રવારે રાત્રિએ 9.59 વાગ્યા સુધી તેરસની તિથિ છે. સવારે 10.41 વાગ્યા સુધી શ્રાવણ નક્ષત્ર અને પછી દિવસભર ઘનિષ્ઠા નક્ષત્ર છે. શુક્રવારે રાત્રિએ 12.46 વાગ્યા સુધી શિવયોગ અને પછી સિદ્ધિયોગ છે. મહાશિવરાત્રી પર્વ શિવાલયો માટે ઉત્સવ સમાન ગણી શકાય. આ દિવસે સોમનાથમાં શિવ પાલખીયાત્રા થાય છે. સામાન્યપણે શિવાલયોમાં પ્રદોષ નિમિત્તે ભગવાન શિવની પૂજા થાય છે. જોકે, આ વર્ષે પ્રદોષમાં જ મહાશિવરાત્રી ઉજવાશે. તે દિવસે રાત્રિએ 12 વાગ્યે કમળના દર્શન ખુલ્લા મૂકવામાં આવે છે. જેને પગલે મંદિરોમાં હમણાંથી જ કમળ બનાવવાની શરૂઆત થઇ ચૂકી છે. મહાશિવરાત્રીએ ચારેય પ્રહરની પૂજા થશે. પૂજા માટે પણ ભક્તોમાં અનેરો ઉત્સાહ દેખાઇ રહ્યો છે.