FD ધારકો માટે ખરાબ સમાચાર, શું સાચે ઓછું વ્યાજ મળશે ? હવે શું કરવું યોગ્ય રહેશે?


HD ન્યુઝ ડેસ્ક : રિઝર્વ બેંકે રેપો રેટને 6.50 ટકાથી ઘટાડીને 6.25 ટકા કર્યા બાદ, બેંકો દ્વારા FD પર આપવામાં આવતા વ્યાજ દરમાં ઘટાડો કરવાની ચર્ચા પણ તેજ બની છે. આવી સ્થિતિમાં ફિક્સ ડિપોઝીટમાં મોટી રકમ જમા કરાવનારા લોકોની ચિંતા વધી ગઈ છે. ઘણા લોકો તેમની પ્રિમેચ્યોર એફડીમાંથી પૈસા ઉપાડવા અને વધુ સારા વળતર સાથે ફાઈનાન્સિયલ ટુલમાં રોકાણ કરવા માંગે છે.
વિચાર કર્યા વિના ઉતાવળમાં આવું કરનારાઓએ મોટું નુકસાન ઉઠાવવું પડે તેવી સ્થિતિ છે. રોકાણકારોએ ખાસ કાળજી લેવી જોઈએ કે બેંકો સમય પહેલા ઉપાડ પર દંડ લાદશે. આવી સ્થિતિમાં તેમને નુકસાનનો સામનો કરવો પડી શકે છે. તમને જણાવી દઈએ કે સમય પહેલા ઉપાડ પર લાદવામાં આવેલ દંડ અમુક શરતોના આધારે જ માફ કરી શકાય છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં
સમય પહેલા ઉપાડ પર દંડ માફ કરી શકાય છે
સમય પહેલા ઉપાડ પર લાદવામાં આવેલ દંડ અમુક શરતોના આધારે જ માફ કરી શકાય છે. જેમ કે એ જ બેંકમાં લાંબા ગાળાની FD માટે ફરીથી રોકાણ કરવું. આવી સ્થિતિમાં, કોઈપણ પગલું ભરતા પહેલા, રોકાણકારોએ તેમની બેંક સાથેના ફાઈન સ્ટ્રક્ચર અને સમય પહેલા ઉપાડ પર વસૂલવામાં આવતા વ્યાજને સારી રીતે સમજવું જોઈએ. ઉલ્લેખનીય છે કે તમામ બેંકો FD ના સમય પહેલા ઉપાડ પર અલગ અલગ દંડ લાદે છે. જો કે, આ દંડ સામાન્ય રીતે 0.5 ટકાથી એક ટકાની વચ્ચે હોય છે.
સ્ટેટ બેંક અડધો ટકા પેનલ્ટી લગાવે છે
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ. 5 લાખ સુધીની મુદતની થાપણો પૂર્વ ઉપાડ પર અડધા ટકાનો દંડ લાદે છે, જ્યારે રૂ. 5 લાખથી વધુની મુદતની થાપણો પર 1 ટકાનો દંડ છે. પંજાબ નેશનલ બેંક પાકતી મુદત પહેલા ઉપાડ પર FD પર વ્યાજ દર કરતાં 0.5 અથવા એક ટકા ઓછું વ્યાજ આપશે. HDFC બેંક પાકતી મુદત પહેલા ઉપાડ પર FD પરના વ્યાજ દર કરતાં એક ટકા ઓછું વ્યાજ આપશે.
આ પણ વાંચો : હું શીશમહેલમાં રહીશ નહીં: મુખ્યમંત્રી પદના શપથ લેતા પહેલા રેખા ગુપ્તાએ ચોખવટ કરી દીધી