વર્લ્ડ

તુર્કીમાં ભૂકંપથી તબાહી પર પીએમ મોદીએ આપી પ્રતિક્રિયા, મોતનો આંકડો પહોંચ્યો 300ને પાર

આંચકા એટલા જોરદાર હતા કે અનેક ઈમારતોને નુકસાન થયાના અહેવાલ છે. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે અનુસાર ભૂકંપના કારણે અનેક લોકોને જાનહાનિ થવાની આશંકા છે.

આ પણ વાંચો : તુર્કીમાં 7.8ની તીવ્રતાનો ભૂકંપ, ભારે તબાહીની આશંકા

તુર્કી અને પડોશી દેશોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. નૂરદગીથી 23 કિમી પૂર્વમાં આંચકા અનુભવાયા હતા. તેની અસર સીરિયા સુધી જોવા મળી હતી. મળતી માહિતી મુજબ, ભૂકંપના કારણે અનેક ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. તુર્કીમાં અત્યાર સુધીમાં 53 લોકોના મોત થયા છે. તે જ સમયે, સીરિયામાં જીવ ગુમાવનારાઓનો આંકડો 237 પર પહોંચી ગયો છે. 700થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ઈસ્રાઈલ અને લેબનાનમાં પણ અનેક લોકોના મોતની આશંકા છે.

મળતી માહિતી મુજબ, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.8ની માપવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન ઘણા લોકોના મોત થયા છે. 16 ઈમારતોને નુકસાન થયું છે. આ આંકડો હજુ વધી શકે છે. સાનલીઉર્ફા મેયરે હાલમાં 15 લોકોના મોતની પુષ્ટિ કરી છે.

યુએસ જીઓલોજિકલ સર્વે મુજબ, ભૂકંપનું કેન્દ્ર ગાઝિયાંટેપથી લગભગ 33 કિલોમીટર (20 માઇલ) અને નુરદાગી શહેરથી લગભગ 26 કિલોમીટર (16 માઇલ) દૂર હતું. તે 18 કિલોમીટર (11 માઇલ) ની ઊંડાઈ પર કેન્દ્રિત હતું. ભૂકંપના આંચકા સીરિયા સુધી પણ અનુભવાયા હતા. આંચકા એટલા જોરદાર હતા કે અનેક ઈમારતોને નુકસાન થયાના અહેવાલ છે. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે અનુસાર ભૂકંપના કારણે અનેક લોકોને જાનહાનિ થવાની આશંકા છે.

રાષ્ટ્રપતિ એર્દોગને કહ્યું- અમે સાથે મળીને આ આપત્તિનો સામનો કરીશું

તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગાને ટ્વિટર પર જણાવ્યું હતું કે ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં સર્ચ અને રેસ્ક્યૂ ટીમોને તાત્કાલિક રવાના કરવામાં આવી હતી. અમે આશા રાખીએ છીએ કે અમે સાથે મળીને આ આફતને વહેલી તકે અને ઓછામાં ઓછા નુકસાન સાથે દૂર કરીશું.

પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂકંપની ઘટના પર શોક વ્યક્ત કરતા કહ્યું કે, તુર્કીમાં ભૂકંપના કારણે જાનમાલના નુકસાનથી તેઓ દુખી છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. ઘાયલો જલ્દી સ્વસ્થ થઈ જાય. ભારત તુર્કીના લોકો સાથે એકજૂથ થઈ ઊભું છે અને આ દુર્ઘટનાનો સામનો કરવા માટે તમામ શક્ય સહાયતા આપવા તૈયાર છે.

તુર્કી ભૂકંપ - Humdekhengenews

ભૂકંપ કેવી રીતે થાય છે?

  • ધરતીકંપ આવવાનું મુખ્ય કારણ પૃથ્વીની અંદર પ્લેટોનું અથડામણ છે. પૃથ્વીની અંદર સાત પ્લેટ છે જે સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટ્સ કોઈક સમયે અથડાય છે, ત્યારે ત્યાં ફોલ્ટ લાઇન ઝોન રચાય છે અને સપાટીના ખૂણા ફોલ્ડ થાય છે. સપાટીના ખૂણાને લીધે, ત્યાં દબાણ વધે છે અને પ્લેટો તૂટવાનું શરૂ કરે છે. આ પ્લેટો તૂટવાને કારણે અંદર રહેલી ઉર્જા બહાર આવવાનો રસ્તો શોધી લે છે, જેના કારણે પૃથ્વી ધ્રુજે છે અને આપણે તેને ભૂકંપ તરીકે ઓળખાવીએ છીએ.
  • રિક્ટર સ્કેલ પર 2.0 થી ઓછી તીવ્રતાવાળા ધરતીકંપોને માઈક્રો કેટેગરી ગણવામાં આવે છે અને તેને અનુભવી શકાતા નથી. રિક્ટર સ્કેલ પર માઈક્રો કેટેગરીના 8,000 ભૂકંપ વિશ્વભરમાં દરરોજ નોંધાય છે. તેવી જ રીતે, 2.0 થી 2.9 ની તીવ્રતાવાળા ધરતીકંપોને માઇનોર કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. આવા 1,000 ધરતીકંપો દરરોજ આવે છે, જે આપણે સામાન્ય રીતે અનુભવતા પણ નથી.
  • વેરી લાઈટ કેટેગરીના ભૂકંપ 3.0 થી 3.9 ની તીવ્રતાવાળા હોય છે. જે એક વર્ષમાં 49,000 વખત નોંધાયા છે. તે અનુભવાય છે પરંતુ ભાગ્યે જ કોઈ નુકસાન પહોંચાડે છે.
  • લાઈટ કેટેગરીના ધરતીકંપો 4.0 થી 4.9 તીવ્રતાના હોય છે જે સમગ્ર વિશ્વમાં એક વર્ષમાં લગભગ 6,200 વખત રિક્ટર સ્કેલ પર નોંધાય છે. આ આંચકા અનુભવાય છે અને તેના કારણે ઘરની વસ્તુઓ હલતી જોવા મળે છે. જો કે, તેનાથી નજીવું નુકસાન પહોંચાડે છે.
Back to top button