ટ્રેન્ડિંગનેશનલફન કોર્નરવિશેષ

Junior Wifeની ભરતી માટે LinkedIn પર પોસ્ટ, અનુભવ-સેલેરી માટે આ શરતો

Text To Speech

HD News Desk (અમદાવાદ), 09 એપ્રિલ: તમે LinkedIn વિશે જાણતા જ હશો. બિઝનેસ કમ્યુનિટી માટે રચાયેલી એક પ્રોફેશનલ નેટવર્કિંગ સાઇટ જે યુઝર્સને વ્યાવસાયિક રીતે જાણતા હોય તેવા લોકોના નેટવર્ક સાથે જોડે છે. અહીં તમને આવી ઘણી બધી પોસ્ટ જોવા મળશે, જે યુઝરનું ધ્યાન ખેંચવા માટે ‘Urgent Hiring’થી શરૂ થાય છે. પરંતુ એક સોફ્ટવેર એન્જિનિયરે આ પ્લેટફોર્મ પર કંઈક શેર કર્યું, જેનાથી તે વિવાદમાં સપડાયો.

Junior Wife માટે લિંક્ડઇન પર પોસ્ટ

જિતેન્દ્ર સિંહ નામના એક લિંક્ડઇન યુઝરની પોસ્ટે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે તે ‘Junior Wife’ની શોધમાં છે, અને તેણે આ હાયરિંગ શક્ય તેટલી વહેલી તકે કરવી પડશે. પોસ્ટમાં એવું પણ લખવામાં આવ્યું છે કે જુનિયર વાઇફની પસંદગી પર પગાર શું હશે, ઇન્ટરવ્યુના કેટલા રાઉન્ડ લેવાશે, કેટલો અનુભવ હોવો જોઈએ અને કરિયર લેવલનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

 

સ્વાભાવિક રીતે, કોઈ પણ વ્યક્તિ પ્રોફેશનલ સાઇટ પર આવી પોસ્ટ જોઈને ચોંકી જશે. જો કે, જિતેન્દ્રએ પોસ્ટના અંતમાં એમ પણ લખ્યું છે કે તેનો હેતુ માત્ર મજાક-મસ્તી કરવાનો છે, પરંતુ ઘણા LinkedIn યુઝર્સને તેની સ્ટાઈલ બિલકુલ પસંદ નથી આવી. કેટલાકને આ વાત હાસ્યાસ્પદ લાગી, જ્યારે ઘણા લોકોને તે મહિલાઓ પ્રત્યે અપમાનજનક લાગ્યું.

કેટલાકે તો યુઝર્સે ક્લાસ લગાવી દીધી

એક યુઝરે લખ્યું છે કે, આવી બકવાસ પોસ્ટ જોઈને લાગે છે કે તમારે તાત્કાલિક ડૉક્ટરની જરૂર છે. સલાહ આપતી વખતે અન્ય યુઝરે લખ્યું છે કે, જો તમે આવી પિકઅપ લાઇન્સ કોઈપણ ડેટિંગ સાઈટ અથવા મેટ્રિમોનિયલ એપ્સ પર પોસ્ટ કરશો તો તે વધુ ફાયદાકારક રહેશે. તમે ખોટા સરનામે આવ્યા છો. અન્ય એક યુઝરે લખ્યું છે કે, કેટલાક લોકો LinkedInને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ બનાવવા માંગે છે. બીજી તરઉ, ઘણા યુઝર્સે મોજ માણતાં લખ્યું કે, સિનિયર પોઝિશનની હાયરિંગ હોય તો જરૂરથી કહેજો.

આ પણ વાંચો: ચોર વૃદ્ધ મહિલાનું પર્સ ખેંચીને ભાગ્યો, વીડિયો વાયરલ થતાં જ પોલીસે કરી કાર્યવાહી

Back to top button